Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

૪ દિવસમાં બમણા કેસ

દેશમાં કોરોના પીડિતોની સંખ્યા ૨૦૦૦ ઉપર

તબલીગીના કાર્યક્રમથી દર્દી વધ્યા

નવી દિલ્હી તા. ૨ : કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પાછલા ૪ દિવસમાં આ કેસનો આંકડો બમણો થઈ ગયો છે. માત્ર બુધવારે કોરોના વાયરસના ૪૫૦ કેસ સામે આવ્યા છે. એકલા તામિલનાડુમાં બુધવારે ૧૧૦ કેસ નોંધાયા છે. દેશમાં બુધવારે મોડી રાત્રે કુલ કેસનો આંકડો ૧૯૯૬ પહોંચી ગયો હતો. આ આંકડો ૪ દિવસ પહેલા ૧૦૦૦ હતો.

મુંબઈમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાથી પીડિત ૬ લોકોના મોત થઈ ગયા છે, જયારે સ્થાનિક અધિકારીઓ માત્ર ૨દ્ગક પુષ્ટી કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કુલ ૩૩ નવા કેસ બુધવારે બન્યા છે. રાજયમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૩૩૫ થઈ ગઈ છે, જે દેશમાં સૌથી વધુ છે. જયારે દિલ્હીમાં એક જ દિવસમાં ૩૨ કેસ સામે આવ્યા છે.

રાજસ્થાનમાં ૨૭, કેરળમાં ૨૪ અને મધ્યપ્રદેશમાં બુધવારે નવા ૨૦ કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં દર્દીઓની મોડી સંખ્યાનું કારણ તામીલનાડુની જેમ જબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનારા લોકો છે. તબલીગી જમાતના સભ્યોને દિલ્હીમાં અલગ-અલગ જગ્યાઓ પર કવોરન્ટીન કરવામાં આવ્યા છે. રાજધાનીમાં અત્યાર સુધીમાં ૧૫૨ કેસ સામે આવ્યા છે.

અધિકારીઓને શંકા છે કે દિલ્હીમાં કેસ વધી શકે છે, કારણ કે ૫૩૬ તબલીગી જમાતના સભ્યોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. તેમને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓછોમાં ઓછા ૬ ડોકટર્સ પણ કોરોના પીડિત મળ્યા છે, તેઓ મોટાભાગે કોરોના પીડિતોના સંપર્કમાં આવ્યા છે અથવા તો વિદેશથી પરત ફર્યા છે.

(10:24 am IST)