Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

બેંગલુરૂમાં નકલી થર્મલ સ્ક્રીનર વેચવાવાળાની ધરપકડ

બેંગલુરૂ-૧ એપ્રીલઃ શહેરની પોલીસએ એક વ્યકિતને નકલી થર્મોમીટર વેંચવાના આરોપમાં ધરપકડ કરી છે જેનો ઉપયોગ થર્મલ સ્ક્રીનીંગ માટે થાય છે. પોલીસ અધિકારીએ બતાવ્યું કે તે એમને વધારે કિંમત પર વેંચી રહ્યો હતો.

પોલીસએ એની પાસેથી ૭૦ ઉપકરણો જપ્ત કર્યા છે અને આરોપીની આઇપીસી કલમ ૪ર૦ને લઇ નકલી થર્મોમીટર વેંચવા માટે ધરપકડ કરી છે. આરોપીએ ચેન્નાઇથી ર૦૦૦ રૂપિયામાં થર્મોમીટર ખરીદેલ ચીનની બનાવટના હતા.

(12:00 am IST)