Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

સાવલીના અંજેસર ગામે હોમ કોરોન્ટાઇન કરાયેલ દંપતી ભાગી ગયું : ફરિયાદ દાખલ

સાવલી તાલુકાના અંજેસર ગામે હોમ કોરોન્ટાઇન કરાયેલ એક દંપતી ભાગી ગયુ હોવાની વિગતો સામે આવી રહી છે. હાલની કોરોના મહામારીના તકેદારીના પગલાં રૂપે જિલ્લા બહારથી આવેલ દંપતીને હોમકોરોન્ટાઇન કરાયાં હતા.

 આ યુગલને ગુજરાત સરકારનાં હેલ્થ એન્ડ ફેમીલી વિભાગ, ગાંધીનગરની ગાઈડ લાઇન મુજબ હોમકોરોન્ટાઇન કરાયાં હતા. જ્યારે સાવલી આરોગ્ય કર્મચારીએ તપાસ કરતાં સામે આવ્યું કે આ યુગલ ઘરે નથી. યુગલ ઘરે ન હોવાથી તાલુકા હેલ્થ ઓફિસર ને જાણ કરાઇ હતી. સાવલી બ્લોક હેલ્થ ઓફિસરએ ભાદરવા પોલીસ મથકે એપેડ મિક્સ ડેસીઝ એકટ 1897 ની જોગવાઈ અનુસાર ભાગેડુ દંપતી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:02 am IST)