Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ચીન સાયબર યુદ્ધના રવાડે : અનેક સંસ્થાઓ ચીની સેનાના સકંજામાં : સેનામાં સાયબર, સ્પેસ, ઈલેક્ટ્રોનિક વોરફેર બ્રાન્ચ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગથી ક્ષમતાઓ વધી :સાયબર યુદ્ધ માટે પણ ‘દેશ ભક્ત’ હેકર્સ અને યૂનિવર્સિટી વિદ્યાર્થીઓનો પણ ઉપયોગ

નવી દિલ્હી : મુંબઈમાં ગત  ઓક્ટોબરમાં અચાનક લાઈટ ગુલ થઈ જવાના પાછળ ચીનના સાયબર એટેકને માનવામાં આવે છે. જોકે આ મામલે કેન્દ્ર અને મહારાષ્ટ્ર વચ્ચે સહમતિ બની શકી નથી. પરંતુ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ કહે છે કે, લદ્દાખમાં સીમા બોર્ડર વચ્ચે ચીને સાયબર એટેકનો રસ્તો અપનાવ્યો હતો અને પાવર સપ્લાઈ કરનાર સિસ્ટમમાં માલવેયર સેંધમારી કરીને ગડબડી કરવાની કોશિશ કરી હતી.

શું ચીન આવું કરી શકે છે? આનો જવાબ એકદમ સચોટ રીતે આપી શકાય નહીં પરંતુ તે વાત સત્ય છે કે, ચીન ખુબ જ લાંબા સમયથી પોતાની સાયબર વોરફેર (સાયબર યુદ્ધ) ક્ષમતાઓને વધારી રહ્યું છે.

એપ્રિલ 1997માં ચીનના સેન્ટ્રલ મિલિટ્રી કમીશન (CMC)એ 100 સભ્યોની એક એલીટ કોર્પ્સ સ્થાપિત કરી હતી. તેનું કામ અમેરિકા અને બીજા પશ્ચિમી દેશોના કોમ્પ્યુટર સિસ્ટમને હેક કરવાની રીતો શોધવાની હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ચીને સાયબર વોરફેરના ક્ષેત્રમાં પ્રગતિ કરી છે.

ચીન આવી રીતને વોરફેરને લઈને ગંભીર દેખાય છે, કેમ કે તે આના માટે સંગઠન, નીતિઓ અને એક્સપર્ટ્સ ભેગા કરવામાં પાછળ રહેતું નથી. 2014માં ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ સેનાની સાયબર, સ્પેસ, ઈલેક્ટ્રોનિક વોરફેરની બ્રાન્ચ છે

ચીને ઈલેક્ટ્રોનિક વોરફેર, કોમ્પ્યુટર નેટવર્ક વોરફેર અને સાઈકોલોજિકલ ઓપરેશન્સની સાથે-સાથે ઈન્ફોર્મેશન વોરફેર ઓપરેશન્સ માટે એકિકૃત દ્રષ્ટી રાખે છે. તેનો અર્થ તે છે કે, ચીન તેના બધા જ પાસાઓને ઈન્ટીગ્રેટેડ નેટવર્ક ઈલેક્ટ્રોનિક વોરફેર (INEW) કહે છે

ચીને પોતાના સાયબર ડિફેન્સ અને અટેક ક્ષમતાઓને વધારવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરવાની યોજનામાં છે. 2030 સુધી ચીનનો ટાર્ગેટ AI ટેકનોલોજીમાં ગ્લોબલ લીડર બનવાનું છે.

ચીનની મિલિટ્રી અને ઈન્ટેલિજન્સ સંસ્થાઓ સમયની સાથે સાયબર ક્ષેત્રમાં સૌથી વધારે શક્તિશાળી હોય છે. PLA અને તેના માટે કામ કરનાર કોન્ટ્રાક્ટર્સે સાયબર જાસૂસ કેમ્પેન ચલાવ્યું છે, જેમાં તેમને સારી એવી સફળતા મળી છે

ચીન હંમેશાથી એક ગ્લોબલ ઈન્ટરનેટ સુપરપાવર બનવાનું સ્વપ્ન જોઈ રહ્યું છે. તે 2025 સુધી આવું કરવાનું લક્ષ્ય રાખે છે. તે સાથે જ સંભાવના છે કે, તે સાયબર વોરફેરના ક્ષેત્રમાં પણ પોતાની ક્ષમતાઓને વધારી લેશે.

ચીન સાયબર યુદ્ધ માટે પણ ‘દેશ ભક્ત’ હેકર્સ અને યૂનિવર્સિટી વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવાથી પણ ચૂકતો નથી. આ બધા ચીનની સેના સાથે જ કામ કરે છે.

તે ઉપરાંત ચીની સેના યુદ્ધ કરવાની જગ્યાએ સાયબર વોરફેરને પ્રથમ વિકલ્પના રૂપમાં જૂએ છે. જેથી પરંપરાગત મિલિટ્રી જરૂરિયાતો પર ખર્ચો બચાવે છે. ચીન સાયબર વોરફેરને સેટેલાઈટ અને સ્પેસ વોરફેરના સ્તર સુધી લઈ ગયા છે

 

વર્ષ 2012માં ઉત્તર ભારતના એક મોટા ભાગમાં પાવર ગ્રિડ ફેલિયર થયું હતુ અને રિપોર્ટ્સ જણાવે છે કે, ચીન-પાકિસ્તાન નેક્સસે આ કામને અંજામ આપ્યો હતો. આ તે વાતને સાબિત કરે છે કે, ચીન દુશ્મન દેશોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાના પર રાખે છે. પાછલા વર્ષે ઓક્ટોબરમાં મુંબઈ પાવર આઉટેજને પણ ચીનની જ હરકત માનવામાં આવી રહી છે.

વર્ષ 2007માં ઇઝરાઇલી એર ફોર્સે બોર્ડર નજીક સ્થિત સીરિયાની ન્યૂક્લિયર ફેસિલિટિઝને બર્બાદ કરવામ માટે ઓપરેશન ‘ઓર્કિડ’ ચલાવ્યું હતુ. જેમાં ઇઝરાઇલે સીરિયાના એર ડિફેન્સ સિસ્ટમને નિષ્ક્રિય કરવા માટે સાયબર વોરફેરનો રસ્તો અપનાવ્યો હતો. તેનો ફાયદો ઉઠાવતા ઇઝરાઇલના ફાઇટર એરક્રાફ્ટે ન્યુક્લિયર ફેસિલિટીઝ પર બોમ્બ મારો કર્યો હતો

વર્ષ 2010માં stuxnet વાયરસે ઈરાનની ન્યૂક્લિયર ફેસિલિટીના એક મોટા હિસ્સાને બર્બાદ કરી નાંખ્યો હતો. જેને ઇઝરાઇલ અને અમેરિકાના જોઈન્ટ ઓપરેશનના રૂપમાં જોવામાં આવે છે.

વર્ષ 2014/15માં યૂક્રેન સાથે વિવાદ વચ્ચે રશિયાએ તેમના મિલિટ્રી કોમ્યુનિકેશન સિસ્ટમને બ્લેક કરી દીધો હતો, અને તેના કારણે યૂક્રેનને સેલ્યલર નેટવર્કનો ઉપયોગ કરવો પડ્યો હતો. જેના કારણે તેમની લોકેશન રશિયાને સરળતાથી ખબર પડી જતી હતી.

વર્ષ 2016માં રેનસમવેર વાયરસ Wannacryએ દુનિયાભરમાં અનેક વ્યક્તિગત અને સંગઠનોના નેટવર્કને પ્રભાવિત કર્યો હતો.

2020માં અમેરિકન સરકારની અનેક એજન્સીઓ પર મોટો સાઈબર એટેક થયો હતો. આ હુમલો અમેરિકા પર અત્યાર સુધીનો સૌથી મોટો સાઈબર એટેક હતો. FireEye નામની એક સાઈબર-સિક્યોરિટી કંપનીએ અમેરિકન સરકારની એજન્સીઓની હેકિંગ થયાનો ખુલાસો કર્યો હતો. FireEyeનું કહેવું છે કે, લગભગ 18000 સંગઠનોના નેટવર્કમાં મેલીશિયસ કોડ છે પરંતુ માત્ર 50માંથી જ જાણકારી લીક થઈ છે

(9:45 pm IST)