Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

' હું ગુજરાતની જનતાને નમન કરું છું ' ગુજ્રરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ વિસ્તારના લોકો અને ખેડૂતોએ ભાજપને વિજયી બનાવી સરકારની કલ્યાણકારી નીતિઓ પર વિશ્વાસની મહોર લગાવી : અમિતભાઇ શાહે ટ્વીટ કરીને મુખ્યમંત્રી રૂપાણી ,પ્રદેશ અધ્યક્ષ પાટીલ અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઝળહળતા વિજય બદલ મુખ્યમંત્રી,પ્રદેશ અધ્યક્ષ, અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવી ભાજપના આ વિજયને  ગરીબ,ખેડૂતો અને વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં  ભાજપ સરકારમાં લોકોના અતૂટ વિશ્વસની જીત ગણાવી છે

  ગૃહમંત્રી અમિતભાઇ શાહે વધુ એક ટ્વીટમાં ' ગુજ્રરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ વિસ્તારના લોકો અને ખેડૂતોએ ભાજપને વિજયી બનાવી સરકારની કલ્યાણકારી નીતિઓ પર વિશ્વાસની મહોર લગાવી છે ' હું ગુજરાતની જનતાને નમન કરું છું  તેમ કહીને  મુખ્યમંત્રી રૂપાણી ,પ્રદેશ અધ્યક્ષ પાટીલ અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા છે 

(6:10 pm IST)