Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

મ્યાનમારની કોર્ટમાં સૂકી વિરૂધ્ધ બે નવા કેસ : પ્રદર્શન ચાલુ

મ્યાનમારમાં યંગુનમાં પોલીસ દ્વારા છોડાયેલ આંસુગેસથી બચવાની કોશીશ કરતા પ્રદર્શનકારીઓ તસવીરમાં દર્શાય છે. બીજી તરફ મ્યાનમારની એક કોર્ટે અપહસ્થ નેતા આંગ સાન સૂકી ને વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા કોર્ટમાં રજુ કરાયેલ. તેના પર અશાંતિ ફેલાવા અને ભય ઉભો કરવાના બે નવા આરોપ લગાડ્યા છે. સૂકી ઉપર પહેલા જ લગાડાયેલ મુળ આરોપોમાં ત્રણ વર્ષની જેલ સજા થઇ શકે છે. એ સ્પષ્ટ નથી કે આરોપી સજાને કેટલી વધારી શકે છે. મામલાની વધુ સુનાવણી ૧૫ માર્ચે થશે. સુનાવણી દરમિયાન પ્રદર્શનકારીઓએ દેશભરમાં માર્ચ કાઢેલ.

(3:07 pm IST)