Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

બીકાનેર રેલવે સ્ટેશને પાઘડીઓ યાત્રીકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

૧પ૭૯ ફૂટની સૌથી મોટી અને ૩ સે.મી.ની સૌથી નાની પાઘડી પ્રદર્શનમાં મુકાઇ

બીકાનેર : બીકાનેર રેલવે સ્ટેશને આવતી જતી યાત્રીઓ માટે હવે પરંપરાગત રાજસ્થાની પાઘડીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. સ્ટેશનના એક નંબર પ્લેટફોર્મ ઉપર ખાસ બનાવાયેલ પીવીસી કેબીનમાં સૌથી મોટી અને સૌથી નાની પાઘડમીઓ સ્થાયીરૂપથી પ્રદર્શિત કરાઇ છે.

પાઘડી કલાકાર પવન વ્યાસથી બાંધવામાં આવેલ ૧પ૭૯ ફૂટની પાઘડી ડમીના માથા ઉપર મુકવામાં આવેલ. જયારે રપ થી વધુ વિભિન્ન પ્રકારની ૩ સે.મી.ની. પાઘડી પણ છે.

(3:06 pm IST)
  • અમિત ચાવડા, ધાનાણી અને મોઢવાડિયાના ગઢમાં ગાબડા : ગુજરાત કોંગ્રેસના દિગ્ગજો અમિત ચાવડાના ગઢ આણંદ, વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ગઢ ગણાતા અમરેલી, દિગ્ગજ કોંગી નેતા અર્જુન મોઢવાડિયાના ગઢ સમાન પોરબંદર પંથકમાં કોંગ્રેસ ભોંભીતર થઇ ગઇ છે access_time 3:54 pm IST

  • મની લોન્ડરિંગ મામલામાં નરેશ જૈન અને તેના સહયોગીઓની 65 કરોડની સંપત્તિ જપ્ત :ઇડીએ મની લોન્ડરિંગ મામલે હવાલા ઓપરેટર નરેશ જૈન અને તેની કંપનીઓ,અને તેની સાથે સંકળાયેલ લોકોની 65.75 કરોડની સંપત્તિ જપ્ત કરી : મણિ લોન્ડરિંગનો આ મામલો 560 કરોડથી વધુનો છે access_time 11:44 am IST

  • કોરોના વેક્સિનના બે ડોઝ વચ્ચે દારૂ પીવાનું માંડી વાળજો: ડો.રણદીપ ગુલરીયા: એઇમ્સના વડા ડો. રણદીપ ગુલરીયાએ કહ્યું છે કે કોરોના વેક્સિનના બે ડોઝ વચ્ચેના સમયગાળા દરમિયાન આલ્કોહોલ લેવાનું માંડી વાળવું હિતાવહ છે. આલ્કોહોલ ન લેવો જોઈએ. એટલીસ્ટ આ બે ડોઝ વચ્ચેના સમયગાળામાં વધુ પડતું ડ્રિન્ક લેવું હિતાવહ નથી જ. ન્યૂઝફર્સ્ટ access_time 10:28 pm IST