Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

પીએમના મનમાં તામિલો પ્રત્યે સન્માન નથીઃ સંસ્કૃતિનું અપમાન નહીં થવા દઈએઃ રાહુલ ગાંધી

તામિલનાડુમાં રોડ શોઃ મોદી ઉપર પ્રહાર

ચેન્નઈઃ. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે તામિલનાડુ ખાતે રોડ શો દરમિયાન જણાવેલ કે વડાપ્રધાન મોદી અને આરએસએસના મનમાં તામિલ લોકો માટે બીલકુલ સમ્માન નથી. તેમણે જણાવેલ કે અમે તામિલ સંસ્કૃતિનું અપમાન થવા નહીં દઈએ. અમે તામિલ સંસ્કૃતિ, ભાષા અને ઈતિહાસને નીચે દેખાડનાર પીએમ મોદી અને આરએસએસના પ્રયાસને સ્વીકારતા નથી.

બંગાળના મુખ્યમંત્રી મમતાએ જણાવેલ કે ચૂંટણી પંચે નિષ્પક્ષ રીતે કામ કરવું જોઈએ. ભાજપના ઈશારે કાર્યવાહી ન કરવી જોઈએ. બીજી તરફ ઈન્ડીયન સેકયુલર ફંટના સીદીકીએ કોંગ્રેસ વિરૂદ્ધ ઉમેદવાર ઉતારવા જણાવેલ.

(3:05 pm IST)
  • રાજકોટ જીલ્લા પંચાયતની કસ્તુરબાધામ બેઠક ઉપર ભાજપના ભુપતભાઈ બોદર જંગી બહુમતીથી જીતી ગયા છે access_time 11:39 am IST

  • મની લોન્ડરિંગ મામલામાં નરેશ જૈન અને તેના સહયોગીઓની 65 કરોડની સંપત્તિ જપ્ત :ઇડીએ મની લોન્ડરિંગ મામલે હવાલા ઓપરેટર નરેશ જૈન અને તેની કંપનીઓ,અને તેની સાથે સંકળાયેલ લોકોની 65.75 કરોડની સંપત્તિ જપ્ત કરી : મણિ લોન્ડરિંગનો આ મામલો 560 કરોડથી વધુનો છે access_time 11:44 am IST

  • ક્ચ્છની ગાંધીધામ તા.પં. ફાઇનલ પરિણામો જાહેર :16 પૈકી 12 બેઠકો પર ભાજપની જીત :કોંગ્રેસને 3 અને આપને 1 બેઠક મળી :. જિ.પં.ની બે બેઠક પણ ભાજપને ફાળે access_time 12:17 pm IST