Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

તમારા પોર્ટફોલિયોમાં વિવિધ એસેટ હોવી જરૂરી જેમાં વિવિધ પ્રકારના વળતરની તક હોય

એસેટ ફાળવણી પોર્ટફોલીયો વૈવિધ્યકરણનું સર્જન કરવામાં સહાય કરે છે

નવી દિલ્હી, તા.૨: એસેટ ફાળવણી એ રોકાણ વ્યૂહરચના છે જેમાં એવા પોર્ટફોલિયોનું સર્જન કરવાનો સમાવેશ થાય છે જે એક કરતા વધુ એસેટ વર્ગમાં એવી રીતે રોકાણ કરે છે જે સામે તમારી જોખમને શરતોને વળગી રહેતા તમારી રિટર્નની જરૂરિયાતોને સંતોષતા હોય. વિવધ એસેટ વર્ગો અલગ અલગ જોખમ-રિટર્ન પ્રોફાઇલ ધરાવતા હોય છે એટલે કે તેમની રિટર્ન આપવાની તકો અને જોખમ અલગ અલગ હોય છે. વધુમાં, એસેટ ફાળવણી તમને પોર્ટફોલિયોનું વૈવિધ્યકરણનું સર્જન કરવામાં એવી રીતે સહાય કરી શકે છે કે તે સકારાત્મક માર્કેટ ચાલનો લાભ લઇ શકે અને વિપરીત ચાલમાં તારા પોર્ટફોલિયોને રક્ષણ આપી શકે.

૧. ઇચ્છીત રિટર્ન મેળવોઃ તમારા દરેક નાણાંકીય લક્ષ્યાંકોને હાંસલ કરવાના હેતુથી તમારા પોર્ટફોલિયોમાં વિવિધ એસેટ્સ હોવી જરૂરી છે જેમાં વિવિધ પ્રકારના વળતર પેદા કરવાની તક હોય.

૨. પોર્ટફોલિયો જોખમને પહોંચી વળવુઃ જો તમે તારા પોર્ટફોલિયોમાં ઓછા જોખમવાળી એસેટ્સ ધરાવતા હોય તો તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકોનો સામનો નહી કરવાના જોખમનો સામનો કરી શકો છો. જો તમે તમારા પોર્ટફોલિયોમાં ફકત ઊંચા જોખમવાળી એસેટ્સ ધરાવતા હોય તો તમને મૂડી ધોવાણનું જોખમ રહેલું છે. એકંદરે પોર્ટફોલિયો જોખમને પહોંચી વળવાનો સારો માર્ગ વિવિધ એસેટ વર્ગોમા રોકાણને એવી રીતે વહેંચી દેવું કે જેથી તમારા પોર્ટફોલિયોનું સંપૂર્ણ જોખમ સંતુલીત રહે અને તારા જોખમ પ્રોફાઇલ અનુસારનું હોય.

૩. માર્કેટને સમય આપવાની જરૂર નથીઃ એસેટ ફાળવણીમાં તમારા રોકાણોને વિવિધ એસેટ વર્ગમાં ચોક્કસ પ્રમાણ અથવા ચોક્કસ ભારાંકને આધારે વિસ્તારવાનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે ધારોકે તમારા પોર્ટફોલિયોમાંથી ૬૦% ઇકિવટીમાં અને ૪૦% દેવા સાધનોમાં ફાળવવામાં આવ્યા છે. હવે માર્કેટ તેજીમાં હોય ત્યારે તમારા ઇકિવટી રોકાણોના મૂલ્યમાં વધારો થવાની શકયતા છે. તેમ અમીત પૂ઼જાણી જણાવે છે.

૪.પક્ષપાતભરી વર્તણૂંકોને પહોંચી વળતૉં આપણી પર કેટલીકવાર પક્ષપાતભરી વર્તણૂંકનો પ્રભાવ રહે છે જે તમારા ઇષ્ટતમ રોકાણ નિર્ણયો કરવાની ક્ષમતા પર અસર કરે છે. આમ છતાં, તંદુરસ્ત એસેટ ફાળવણીને વળગી રહેવાની વ્યૂહરચના આપણી રિસ્ક-રિટર્ન જરૂરિયાતોને પ્રદર્શિત કરે છે જે આપણને આપણા રોકાણ નિર્ણયો પર આ પક્ષપાતભરી વર્તણૂંકોની અસરને લદ્યુત્તમ કરવામાં મદદ કરી શકે છે.

(3:03 pm IST)