Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

અસંતુષ્ઠો સામે રાહુલના બચાવ માટે પ્રિયંકા મેદાનમાં

આસામના ચુંટણી પ્રવાસથી બદલાયેલ રણનિતીની કરી શરૂઆત

નવી દિલ્હી : કોંગે્રસના અસંતુષ્ઠ નેતાઓના પડકારોએ પક્ષના મહાસચિવ પ્રિયંકા ગાંધીને ચુંટણી અભિયાનને ગતિ આપવા ઉત્તર પ્રદેશની બહાર નિકળવા મજબુર કર્યા છે. પ્રિયંકાએ સોમવારે આસામના પ્રવાસ સાથે તેની શરૂઆત કરી દીધી છે. સ્પષ્ટ સંકેત છે કે પાંચ રાજ્યોના ચુંટણી અભિયાન દરમ્યાન આ વખતે તેમની સક્રિયતા પહેલા કરતા ઘણી વધારે જોવા મળશે. ચુંટણી મેદાનમાં પ્રિયંકાની સક્રિયતાને રાહુલ ગાંધીના હાથ મજબુત કરવાના સ્પષ્ટ સંકેત માનવામાં આવે છે.

પાંચ રાજ્યોમાં ચૂંટણીની ગરમી વચ્ચે પક્ષની નેતાગીરી ખાસ કરીને રાહુલ ગાંધી પર અસંતુષ્ઠ નેતાઓના હુમલા વધતા જાય છે. ચારે તરફ વધતા પડકારો છતાં પક્ષની ટોચની નેતાગીરી જવાબી આક્રમકતા દેખાડવાનું યોગ્ય નથી માનતી, ચુંટણી અભિયાનમાં પ્રિયંકાની વધતી ભાગીદારી અસંતુષ્ઠ નેતાઓના અભિયાનથી પક્ષને થઇ રહેલા નુકસાન રોકવાની કોશિષ છે.

રાહુલ ત્રણ દિવસથી દક્ષિણના ચુટણી વારા ત્રણ રાજ્યો કેરળ, પોંડીચેરી અને તામિલનાડુના પ્રવાસે છે, તો પ્રિયંકાએ આસામથી પોતાના અભિયાનની શરૂઆત કરીને અસંતુષ્ઠ છાવણીને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે કોંગ્રેસમાં રાહુલને નબળા પાડવાના પ્રત્યક્ષ પ્રયાસો તે બરાબર સામનો કરશે. કોંગ્રેસ નેતાગીરી માટે આસામની ચુંટણી મહત્વની એટલા માટે પણ છે કે ત્યાં પક્ષોનો ભાજપા સામે મુકાબલો છે.

ચુંટણી દરમ્યાન સંબંધિત રાજ્યોમાંથી અવારનવાર પ્રિયંકાની સભાઓ માટે આગ્રહ કરાતો હોય છે પણ કેટલાક અપવાદોને બાદ કરતા તેમણે યુપીની બહાર જવામાં રસ નથી દર્શાવ્યો. હમણાં ચાર મહિના પહેલા થયેલ બિહારની ચુંટણી દરમ્યાન પણ પ્રિયંકાએ ચુંટણી પ્રવાસ નહોતો કર્યો પણ અસંતુષ્ઠ નેતાઓની સતત વધી રહેલી સક્રિયતાથી તેમણે રણનિતી બદલવાની ફરજ પાડી છે. આ જ કારણે પ્રિયંકાએ આ વખતે ચુંટણી અભિયાનના શરૂઆતના દિવસોમાં જ મેદાનમાં ઉતરવાનું જરૂરી માન્યું છે.

(1:03 pm IST)
  • વડોદરા 8 તા. પં.માં 29 બેઠકોનાં પરિણામ જાહેર :તાલુકા પંચાયતમાં પણ ભાજપનો દબદબો : તા.પં. 24 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો :અત્યાર સુધી કોંગ્રેસનાં ફાળે 5 બેઠકો આવી access_time 12:17 pm IST

  • પેટલાદમાં કોંગી ધારાસભ્ય પરાજીત થયા? : પેટલાદ નગરપાલિકામાં કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલની હાર થયાનું ટીવી ન્યુઝ ચેનલોમાં પ્રસારીત થઈ રહ્યુ છે. access_time 1:49 pm IST

  • ગુજરાતના નાયબ મુખ્યમંત્રી : નિતિનભાઈ પટેલના ગઢ ગણાતા કડીમાં ભાજપનો ભવ્ય વિજય : ઉત્તર ગુજરાતમાં કડી નગર પાલિકામાં તમામ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છેઃ બધી બેઠકો ભાજપે કબ્જે કરી છેઃ કુલ ૯ વોર્ડમાં ૩૬ બેઠકો છેઃ ૨૬ બેઠકો ભાજપને બિનહરીફ મળી છેઃ જયારે ૧૦ બેઠકો ઉપર કોંગ્રેસ લડતું હતું પણ ભૂંડે હાલ પરાજીત થયો છેઃ ૨૦૧૫માં કડી નગરપાલિકામાં ભાજપને ૩૬માંથી ૨૮ બેઠક મળી હતીઃ આ વખતે તમામ ૩૬ બેઠકો મળી છે access_time 3:52 pm IST