Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

મુખ્યમંત્રીના પરિવારજનો આયકરની ઝપટેઃ અબજોનું કાળુ નાણું ઝડપાયુ

સીબીડીટીની જાહેરાતઃ બોગસ ખરીદી બીલો, ડમી કંપનીઓ, અબજોના રોકડ વહેવારો, મોટાપાયે નજીવી રકમે જમીન ખરીદીના દસ્તાવેજો ઝડપાયાઃ મુખ્યમંત્રી મુશ્કેલીમાં ?

નવી દિલ્હી તા. ર : આવકવેરા તંત્રે ર૪ ફેબ્રુઆરી ર૦ થી વધુ સ્થળે દરોડા પાડી એક મુખ્યમંત્રીની નજીકના પરિવારજનોની કંપનીની તલાશી લેતા ૪૦૦ કરોડનું કાળુ નાણું મળી આવ્યાનું સી.બી.ડી.ટીએ જણવ્યું છે.

ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ રોકડમાં નાણા ચૂકવણા અને જમીનોની ખરીદીના પુરાવા પણ મળી આવ્યા છે.

કંપનીના ચોપડે પરિવારજનોના અંગત લકઝરી ખર્ચાઓ, બોગસ ખરીદ બીલો, ડમી કંપનીઓ, ૩પ૦ કરોડના રોકડ વહેવારો અને મોટા પાયે મુખ્યમંત્રીના સગા માટે બજાર કિંમતથી ખૂબ ઓછા ભાવે જમીન ખરીદી મળી આવેલ છે.

આ વર્ષના પ્રારંભમાં પણ મુખ્યમંત્રીના પરિવારના કેટલાક સભ્યો ઉપર એજન્સીઓ દ્વારા દરોડા પાડયા હતા.

આગામી મહિનાઓમાં આ મુખ્યમંત્રી માટેવધુ મુશ્કેલીઓ આવી રહ્યાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે.

(1:01 pm IST)
  • આ અઠવાડીયામાં જ લગ્નગ્રંથીએ જોડાશે જસપ્રીત બુમરાહ : BCCIએ કરી પૃષ્ટિ : બોર્ડના એક અધિકારીએ કહ્યું કે ફાસ્ટ બોલર બુમરાહે લગ્ન કરવા માટે રજા લીધી છે આ સપ્તાહમાં જ લગ્ન કરી લેશે access_time 12:50 am IST

  • વિરાટ કોહલીની ઈન્ટાગ્રામ પર ઐતિહાસિક કમાલ : રોહિત-ધોની, શાહરુખ-સલમાન પણ પીએમ મોદીને પાછળ રાખી દીધા : કોહલીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન એટલે કે 10 કરોડ ફોલોઅર થયા છે આટલા ફોલોઅર ધરાવતા પહેલો ભારતીય અને એકમાત્ર એશિયાઈ વ્યક્તિ છે,માર્ચ 2021માં કોહલીએ આ કારનામુ કરતા આઇસીસીએ ટવીટ કર્યું છે access_time 11:46 am IST

  • વિશ્વમાં ૨૪.૪ કરોડ લોકોને વેકસીન અપાઈ ચૂકી છે : વિશ્વમાં ૨૪.૪ કરોડ (૨૪૪.૩ મીલીયન) લોકોને કોરોના વેકસીન મુકાઈ ગયાનું ઓકસફર્ડ યુનિ.ની 'અવર વર્લ્ડ ઈન ડાટા' વેબસાઈટ ઉપર જણાવાયુ છે. સોમવાર સુધીમાં ભારતમાં ૧.૪૭ કરોડથી વધુ લોકોને વેકસીન અપાઈ ગઈ છે. access_time 3:52 pm IST