Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

આ વર્ષે ખતમ નહીં થાય કોરોના, રસીથી વાયરસ પર નિયંત્રણ આવશેઃ WHO

વાયરસના વિસ્ફોટને ફેલાતા રોકવામાં મદદ મળશેઃ રસીથી મહામારીને નિયંત્રિત કરવાની દિશામાં તેજી લાવી શકીએ છીએ

નવી દિલ્હી, તા.૨: WHOના વરિષ્ઠ અધિકારીએ સોમવારે કહ્યું કે એમ વિચારવું યોગ્ય નથી કે વર્ષના અંત સુધી કોરોના ખતમ થઈ જશે. આ અપરિવકવતા વાળી વાત છે. પરંતુ હાલમાં રસીના કારણે જીવલેણ કોરોનાથી મોતની સંખ્યામાં ઘટાડો થયો છે.

WHOએ ઈમરજન્સી પ્રોગ્રામના ડાયરેકટર ડો. માઈકલ રેયાનાએ કહ્યું દુનિયાભરના દેશોએ હજું કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પ્રયત્નો કરવા જોઈએ. મીડિયા બ્રિફિંગમાં તેમણે કહ્યું કે જો આપણ હોંશિયાર છીએ તો દર વર્ષના અંત સુધી કોરોનાના હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, મોત અને મહામારી સાથે જોડાયેલા ત્રાસને ખતમ કરી શકીએ છીએ.  ડો. રેયાને કહ્યુ કે  WHO અનેક લાઈસન્સ પ્રાપ્ત રસીના ડેટાના આધારે આ કહી રહ્યુ છે કે રસીથી વાયરસના વિસ્ફોટને ફેલાતા રોકવામાં મદદ મળશે.

ડો. રેયાને કહ્યું કે જો રસી ન ફકત મોત પર અને ન ફકત હોસ્પિટલમાં દાખલ થનારા દર્દી, બલ્કે ટ્રાન્સમિશન ડાયનેમિકસ અને સંક્રમણના જોખમો પર અસર કરવાનું શરુ કરે છે. તો મારુ માનવું છે કે અમે આ મહામારીને નિયંત્રિત કરવાની દિશામાં તેજી લાવી શકીએ છીએ.

પરંતુ તેમણે રસીને લઈને ભારે ઉત્સાહને લઈને ચેતવ્યા છે. ડો. રેયાને કહ્યું આવી મહામારીની કોઈ ગેરન્ટી નથી. જો કે ઘણા હદ સુધી વાયરસ નિયંત્રણમાં છે. આ દરમિયાન WHOના મહાનિર્દેશકે કહ્યું કે અફસોજનક છે કે કેટલાક અમીર દેશોમાં યુવા અને સ્વસ્થ્ય વયસ્કોને વિકાસશીલ દેશોમાં જોખમવાળા સ્વાસ્થ્ય કાર્યકર્તાઓની પહેલા કોરોના વાયરસની વિરુદ્ઘ રસીકરણ કરાઈ રહ્યુ છે.

એક સમાચાર એજન્સીના જણાવ્યાનુંસાર WHOના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબ્રોયાસસે કહ્યું કે યૂએન તરફથી પુરી પડાઈ કોવાકસ રસી ઘાના અને આઈવરી કોસ્ટમાં આ અઠવાડિયાથી લાગવાની શરુ થઈ ગઈ છે. પરંતુ તેમણે અફસોસ વ્યકત કર્યો કે બ્રિટન, અમેરિકા અને કેનેડા જેના દેશોમાં આ ફકત ૩ મહિનામાં શરુ થઈ ગયું જયાં રસી આપવાનું શરુ થઈ ગયું. દુનિયાના દેશો કોઈ રેસમાં નથી પરંતુ આ વાયરસની વિરુદ્ઘ લડાઈ છે. અમે કોઈ દેશને તેમના લોકોને જોખમમાં નાંખવાનું નથી કહી રહ્યા પણ વાયરસને ખતમ કરવા વૈશ્વિક પ્રયાસનો ભાગ બનવાનું કહી રહ્યા છીએ.

(11:42 am IST)
  • વિશ્વમાં ૨૪.૪ કરોડ લોકોને વેકસીન અપાઈ ચૂકી છે : વિશ્વમાં ૨૪.૪ કરોડ (૨૪૪.૩ મીલીયન) લોકોને કોરોના વેકસીન મુકાઈ ગયાનું ઓકસફર્ડ યુનિ.ની 'અવર વર્લ્ડ ઈન ડાટા' વેબસાઈટ ઉપર જણાવાયુ છે. સોમવાર સુધીમાં ભારતમાં ૧.૪૭ કરોડથી વધુ લોકોને વેકસીન અપાઈ ગઈ છે. access_time 3:52 pm IST

  • વિરાટ કોહલીની ઈન્ટાગ્રામ પર ઐતિહાસિક કમાલ : રોહિત-ધોની, શાહરુખ-સલમાન પણ પીએમ મોદીને પાછળ રાખી દીધા : કોહલીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન એટલે કે 10 કરોડ ફોલોઅર થયા છે આટલા ફોલોઅર ધરાવતા પહેલો ભારતીય અને એકમાત્ર એશિયાઈ વ્યક્તિ છે,માર્ચ 2021માં કોહલીએ આ કારનામુ કરતા આઇસીસીએ ટવીટ કર્યું છે access_time 11:46 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસથી ચિંતા :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,563 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,23,619 થઇ :એક્ટિવ કેસ 1,65,199 થયા વધુ 11,990 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,96,588 થયા :વધુ 80 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,275 થયા access_time 1:28 am IST