Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપ આગળ, ૬ બેઠકો પર કેસરિયોઃ ૩માં પંજાની જીત

બેડી, થાણાગાલોળ, બોરડી સમઢીયાળા, કોલકી, આટકોટ અને ચરખડીમાં ભાજપની જીતઃ આણંદપર, ભડલી અને ડુમીયાણીમાં કોંગી જીતીઃ બાકીની ગણતરી ચાલુ

રાજકોટ તા. ૨ : જિલ્લા પંચાયત રાજકોટની મત ગણતરી ચાલુ છે. સવારે ૧૦.૩૦ વાગ્યા સુધીની પરિસ્થિતિ મુજબ ૯ બેઠકો જાહેર થઇ તેમાંથી ૬ બેઠકો ભાજપને અને ૩ બેઠકો કોંગીને મળી છે. બાકીની ગણતરી ચાલુ છે. પંચાયતમાં પરિવર્તનનો વર્તારો દેખાય છે.

ભાજપના જિલ્લા પંચાયતના વિજેતા ઉમેદવારો નીચે મુજબ છે.

બેડી      : સુમિતાબેન આર. ચાવડા

થાણાગાલોળ    : પી.જી.કયાડા

બોરડી સમઢિયાળા : ભૂપત સોલંકી

કોલકી    : જયંતીભાઇ બોરચિયા

આટકોટ  : દક્ષાબેન રાદડિયા

ચરખડી   : અમૃતભાઇ મકવાણા

કોંગીના વિજેતાઓ

ડુમીયાણી : જાહીબેન સુવા

આણંદપર       : નયનાબેન બાલોન્દ્રા

ભડલી    : ગીતાબેન ચૌહાણ

(11:22 am IST)