Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રારંભે પાલીકા-જીલ્લા-તાલુકામાં ભાજપ આગળ

મોરબીમાં વોર્ડ નં. ૧ અને ૮ માં, ખંભાળીયામાં વોર્ડ નં. ૧માં ભાજપના ૩, કોંગ્રેસના ૧ ઉમેદવાર વિજેતાઃ દેવભુમી દ્વારકા જીલ્લા પંચાયતમાં કોંગ્રેસે ખાતુ ખોલાવ્યું

રાજકોટ, તા., ૨ : રવિવારે તા. ૨૮ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છની નગરપાલિકાઓ અને જીલ્લા તથા તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં મતદારોએ ઉમંગભેર મતદાન કર્યુ હતું.

આ મતદાન પ્રક્રિયા બાદ આજે સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવી છે અને આ માટે મત ગણતરી સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આજે મત ગણતરી હાથ ધરાઈ ત્યારે પ્રારંભે સૌરાષ્ટ્રની ૧૮ નગરપાલિકા, જીલ્લા અને તાલકા પંચાયતોમાં ભાજપનો વિજય થયો છે.

જેમા ગોંડલમા વોર્ડ નં. ૧, મોરબીમાં વોર્ડ નં. ૧ અને ખંભાળીયા વોર્ડ નં. ૧મા ભાજપના ૩ અને કોંગ્રેસના એક સભ્ય વિજેતા થયા છે.

ટંકારા તાલુકા પંચાયતમાં ભાજપે વિજયનું ખાતુ ખોલાવ્યું છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ પાલીકા વોર્ડ નં. ૧ માં ભાજપની પેનલનો વિજય થયો છે.

બાબરા

(મનોજ કનૈયા દ્વારા) બાબરાઃ બાબરા વોર્ડ નં. ૧ માં ભાજપની પેનલનો વિજય થયો છે.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે ખાતુ ખોલાવ્યું છે બજાણા બેઠકમાં વેજીબેન કરમુર વિજેતા થાય છે.

ખંભાળીયા પાલિકાના વોર્ડ નં. ૧ માં ભાજપના ઇમ્તિયાઝખાન મહમદખાન લોદીન, મહમદ હનીફ અબુ ભોકલ, મીનાબા રવિન્દ્રસિંહ જાડેજા અને કોંગ્રેસના લાખીબેન આલાભાઇ પતાણી વિજેતા થયા હતા.

વોર્ડ નં. ર માં ભાજપની પેનલ વિજેતા થઇ છે. જેમાં અફજલ ઇશાભાઇ ધાવર્ડ, અમૃતબેન શંકરભાઇ ઠાકર, રમીલાબેન કારૂભાઇ માવદીયા, વિષ્ણુ ગોપાલ પતાણી વિજેતા થયા છે.

ગોંડલ

(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલ : નગરપાલિકાના વોર્ડ નં. ૧માં ભાજપનો વિજય થયો છે. ગોંડલમાં ભાજપે ખાતુ ખોલ્યું છે. અર્પણબેન જીતુભાઇ આચાર્ય ર૮૩ર, રાજેન્દ્રસિંહ રઘુરાજસિંહ જાડેજા રપર૬, ગૌતમભાઇ રતાભાઇ સિંઘમ ર૭૧૭, ક્રાંતાબેન જયંતીભાઇ સાટોડીયા-ર૭૦૮ મત મળ્યા છે.

ગોંડલમાં વોર્ડ નં.૭માં પણ ભાજપની પેનલનો વિજય થયો છે.

બોટાદ

(મહિપાલ વાઘેલા દ્વારા) બોટાદ : બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર-૧માં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નં.૧ માં ભાજપના તમામ ઉમેદવારો જીતી ગયા છે.

મોટી પાનેલી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી : ઉપલેટા તાલુકા પંચાયતની અરણી બેઠક પર ભારે રસાકસી શરૂઆતથી જ જોવા મળતી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીએ વિજયી મુહૂર્ત કરતા ભારતીય જનતા પાર્ટીના ભામાભાઇ ચાવડાની શાનદાર જીત નોંધાતા ભાજપમાં જીતનો માહોલ ગુંજયો હતો ભામાભાઇ ચાવડા મોટી પાનેલીથી અહીં ચૂંટણી લડતા હતા અને ત્રીસ વર્ષથી ભાજપના સંનિષ્ટ કાર્યકર્તા હોય જેની જીત થતા પાનેલીમાં પણ ભાજપાના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવાયો હતો.

જસદણ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ : જસદણ તાલુકા પંચાયત અને રાજકોટ જિલ્લા પંચાયતની જસદણ તાલુકાની પાંચ બેઠકો માટે મત ગણતરી જસદણ મોડેલ સ્કુલ ખાતે શરૂ થઇ હતી. સૌ પ્રથમ જસદણ તાલુકાની આટકોટ અને ભાડલા જિલ્લા પંચાયત હેઠળની બેઠકોની મત ગણતરી શરૂ થઇ છે. પ્રથમ બેલેટ પેપરની મત ગણતરી શરૂ થઇ છે. ડેપ્યુટી કલેકટર પી.જે. ગલચરની સુધી જ દેખરેખ હેઠળ મતગણતરી શરૂ થઇ છે. જસદણ તાલુકામાં આવતી રાજકોટ જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે તેમજ જસદણ તાલુકા પંચાયતની કુલ રર બેઠકો માટે રવિવારે મતદાન યોજાયું હતું. ૪ર૧૪૦ પુરૂષ અને ૩૩૪૮પ સ્ત્રી મળી કુલ ૭પ૬રપ મતદારોએ મતદાન કર્યુ હતુ અને ૬ર.૭૪ ટકા મતદાન નોંધાયું હતું.

(10:32 pm IST)