Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

૯ વર્ષના બાળકથી પથારી ભીની થતી હતી : માતા -પિતાએ પ્રાઇવેટ પાર્ટ પર ડામ આપ્યા

થાણે,તા.૨: કળિયુગ ચાલી ચાલી રહ્યો હોવાનો વધુ એક પુરાવો મહારાષ્ટ્રમાંથી મળ્યો છે. મહારાષ્ટ્રના થાણે શહેરમાં પતિ-પત્નીએ ૯ વર્ષના બાળક સાથે ક્રૂરતા વટાવે તેવી હરકત કરી છે. થાણે શહેરના વાગલ એસ્ટેટમાં રહેતા એક યુગલે તેમના નવ વર્ષના બાળક પર ક્રૂરતા ગુજારી છે. એ બાળકનો વાંક માત્ર એટલો હતો કે, તે ઉંદ્યમાં પથારીમાં જ પેશાબ કરી જતો હતો. બાળકના આ કૃત્યથી કંટાળીને પતિ-પત્નીએ ૯ વર્ષના બાળકને માર્યો હતો. તેમજ તેના પ્રાઈવેટ પાર્ટ પર ડામ આપ્યા હતા.

બાળકના પિતા અને તેની બીજી પત્ની પર પૂર્વ પત્નીના પુત્ર પર ત્રાસ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પૂર્વ પત્નીએ પોતાના બાળક પર થતા જુલમ સામે અવાજ ઉઠાવીને પતિ અને તેની બીજી પત્ની વિરૂદ્ઘ પોલિસ ફરિયાદ કરી છે. પૂર્વ પત્નીએ આક્ષેપ મૂકયો છે કે તેનો પતિ અને બીજી પત્ની બાળકના બેડ વેટિંગથી ગુસ્સે થઈને માર માર્યો છે અને તેના પ્રાઈવેટ પાર્ટ પર ડામ આપ્યાં છે.

વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનના એસએચઓએ રવિવારે જણાવ્યું હતું કે, આઇપીસીની કલમ ૩૨૪, ૩૨૫, ૩૪૨, ૪૯૮ખ્, ૪૯૪ RW ૩૪ અને જુવેનાઇલ જસ્ટિસ એકટની કલમ ૭૫ હેઠળ તેમના પર કેસ નોંધવામાં આવ્યો છે. પૂર્વ પત્નીએ આરોપ પણ મૂકયો છે કે પતિએ તેને હજુ છૂટાછેડા  આપ્યા નથી અને બીજી પત્ની સાથે રહે છે. તેમણે મારા પુત્ર પર અત્યાચાર ગુજાર્યો છે.

દુઃખની વાત એ છે કે હજી સુધી પોલીસ દ્વારા કોઈપણ તપાસ આદરવામાં નથી આવી અને કોઈપણ આરોપીની ધરપકડ કરવામાં નથી આવી.

(10:38 am IST)
  • હાલોલ તાલુકામાં કોંગ્રેસનું ખુલ્યું ખાતું : શિવરાજપુર તા.પંચાયત બેઠક કોંગ્રેસના ફાળે access_time 12:27 pm IST

  • ભાજપનો વિરાટ વિજય 'રૂપાણી' પાવર છવાયો ચારેકોર ભાજપ - ભાજપ : બપોરે ૧૨ વાગ્યે કમલમ ખાતે વિજયભાઈની હાજરીમાં ભાજપ વિજયોત્સવ ઉજવી રહ્યુ છે : ૩૧ જીલ્લા પંચાયતમાંથી ૨૮ ઉપર ભાજપ વિજયકૂચ કરી રહ્યુ છે access_time 1:00 pm IST

  • મધ્યપ્રદેશ ભાજપના સાંસદ નંદકુમારસિંહ ચૌહાણનું અવસાન : કોરોનાએ જીવ લીધો access_time 11:40 am IST