Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

સ્પેક્ટ્રમ હરાજીનાં પહેલા દિવસે 77,146 કરોડની બિડ્સ મળી:રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, અને વોડાફોન આઇડિયાએ પણ બોલી લગાવી

પ્રિમિયમ 700 અને 2500 મેગાહર્ટઝ બેન્ડમાં રેડિયો તરંગો માટે કોઇ બિડ્સ આવી નથી

નવી દિલ્હી :દેશમાં 5 વર્ષમાં યોજાયેલી સ્પેક્ટ્રમની પહેલી નિલામીનાં પ્રથમ દિવસે સોમવારે 77,146 કરોડ રૂપિયાની બિડ્સ મળી છે , રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, અને વોડાફોન આઇડિયાએ પણ બોલી લગાવી.છે 

સોમવારે શરૂ થયેલી નિલામીમાં અનામત અથવા શરૂઆતનાં મુલ્ય પર 4 લાખ કરોડ રૂપિયા મુલ્યનાં 7 બેન્ડમાં 2,250 મેગાહર્ટઝથી વધુનાં સ્પેક્ટ્રમની રજુઆત કરવામાં આવી છે.

ટેલિકોમ પ્રધાન રવિ શંકર પ્રસાદે કહ્યું કે નિલામીનાં પહેલા દિવસે 77,146 કરોડ રૂપિયા મુલ્યનાં સ્પેક્ટ્રમ માટે બિડ્સ આવ્યા, પરંતું પ્રિમિયમ 700 અને 2500 મેગાહર્ટઝ બેન્ડમાં રેડિયો તરંગો માટે કોઇ બિડ્સ આવી નથી, નિલામી મંગળવારે પણ ચાલુ રહેશે.

બિડ્સ 800 મેગાહટ્ઝ, 900 મેગાહટ્ઝ, 1800 મેગાહટ્ઝ, 2100 મેગાહટ્ઝ અને 2300 મેગાહટ્ઝ બેન્ડમાં બિડ્સ આવ્યા, જે સ્પેક્ટ્રમની નિલામી કરવામાં આવી રહી છે, તેમાં લગભગ 700 મેગાહટ્ઝ બેન્ડમાં છે. 2016 ની નિલામીમાં તેનું વેચાણ થઇ શક્યું ન હતું.

નિષ્ણાતોએ કહ્યું કે તેનું મુખ્ય કારણ જ્યારે ઓછા મુલ્ય પર અન્ય સબ-ગીગાહટ્ઝ બેન્ડ મળે છે, તો કંપનીઓની નવા સ્પેક્ટ્રમ બેન્ડમાં વિવિધતા લાવવાની સંભાવના નથી, કેમ કે તે માટે ઉપકરણમાં રોકાણની જરૂરીયાત પડશે.

(12:52 am IST)