Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

કોંગ્રેસના અધિર રંજન ચૌધરીએ પીએમ મોદીના ડ્રેસ અને હોસ્પિટલના વાતાવરણ ઉપર તૂટી પડતા કહ્યું કે જે નર્સ રસી આપે છે તે પુડુચેરીની હતી, જ્યારે પાછળ ઉભેલી નર્સ કેરળની હતી. વડા પ્રધાને ગળામાં આસામીઝ હાર-ગમછો પહેર્યો હતો. તેમનો ડ્રેસ બંગાળીઓ જેવો હતો: જો નરેન્દ્રભાઈએ ગીતાંજલિ પુસ્તકને પોતાના હાથમાં રાખેલ હોત, તો બધી કમી પૂરી થઈ જાત !

નવી દિલ્હી.  કોરોના સામે રક્ષણ માટે રસીકરણના બીજા તબક્કાની આજે દેશભરમાં શરૂઆત થઈ.  વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં કોરોનાવાયરસ રસીકરણ અભિયાનના બીજા તબક્કામાં એઈમ્સમાં COVID-19 રસી મુકાવી છે.  પીએમ દ્વારા રસી લીધા બાદ લોકો ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને પીએમ મોદીના વખાણ કરી રહ્યા છે.  તે જ સમયે, કોંગ્રેસ-વિરોધ પક્ષના નેતા અધિર રંજન ચૌધરીએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે.  

આ કટાક્ષ અધિર રંજનએ કોરોના રસી લગાવીને પીએમ મોદીએ જે  ડ્રેસ પરિધાન કરેલ તેને લઈને  છે.  દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે અને આ ચૂંટણી પૂર્વે અચાનક નરેન્દ્રભાઈએ કોરોના રસી લગાવીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.

પીએમ મોદીએ રસી મુકાવતાની સાથે જ લોકસભાના વિપક્ષી નેતા, કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ એક ટીવી ચેનલને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મોદીએ ગીતાંજલિના પુસ્તકને પણ તેમના હાથમાં રાખવું જોઈએ.

અધિર રંજન ચૌધરીએ પીએમ મોદીના ડ્રેસ અને હોસ્પિટલના વાતાવરણ ઉપર કટાક્ષ કરતા કહ્યું કે જે નર્સ રસી આપે છે તે પુડુચેરીની હતી, જ્યારે પાછળ ઉભેલી નર્સ કેરળની હતી.  વડા પ્રધાને ગળામાં આસામીઝ હાર-ગમછો પહેર્યો હતો. તેમનો ડ્રેસ બંગાળીઓ જેવો હતો.  

અધિર રંજનએ કહ્યું કે પીએમ મોદીએ રસી મુકાવવાની સાથે ચૂંટણી સંદેશ આપ્યો છે.  આગળ, અધીર રંજન વધુ ચાબખા મારતા કહે છે કે જો નરેન્દ્રભાઈએ ગીતાંજલિ પુસ્તકને પોતાના હાથમાં રાખેલ  હોત, તો બધી કમી પૂરી થઈ જાત.  

એ વાત જાણીટી છે કે અધિર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસનો ચૂંટણી દોર સાંભળેલ છે અને તેમણે પીએમ મોદી પર એમ કહીને આરોપ લગાવ્યો છે કે તેઓ કોવિડ રસીના આવરણ હેઠળ ચૂંટણી લડી રહ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે પીએમ મોદીએ કોઈપણ પૂર્વ સૂચના વિના કોરોના રસી મુકાવીહતી, એટલું જ નહીં પરંતુ કોરોના રસી મુકાવતી વખતે તેમના પોશાક અને દેખાવની ચોમેર ચર્ચા થઈ રહી છે.  તે જ સમયે, પીએમ મોદીને પુડ્ડુચેરીની નર્સ નિવેદાએ આપેલ અને કેરળની નર્સ રોશમા અનિલની દેખરેખ હેઠળ આ કોરોના રસી આપવામાં આવેલ.

નરેન્દ્રભાઈએ રસી લગાવડાવીને વિપક્ષના મો પર જોરદાર થપ્પડ મારી છે.

આપને જણાવી દઈએ કે માર્ચ અને એપ્રિલની વચ્ચે પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં ચૂંટણી યોજાવાની છે.  આ બધા રાજ્યોમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.  આ જ કારણ છે કે અધીરા રંજનએ પીએમ મોદી પર પ્રહારો કરેલ છે, જ્યારે ભાજપે પીએમ મોદી દ્વારા લેવાયેલ રસીકરણને ગૌરવવંતુ પગલું ગણાવ્યું છે.  ભાજપના નેતાઓનું કહેવુ છે કે પીએમ મોદીએ દેશી રસી લગાવડાવીને, એવા લોકોના મોં પર જોરદાર થપ્પડ લગાવી દીધી છે, જેમના દ્વારા કોરોના રસી અંગે સવાલો ઉભા કરવામાં આવ્યા હતા.

(12:00 am IST)