Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

લાદેન - મસુદ ભાઇબંધ હતા : લાદેનને ભગાડવામાં મસુદે કરી હતી મદદ

એકબીજાને બચાવવા કરાવતા ત્રાસવાદી હુમલા

નવી દિલ્હી તા. ૨ : આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલકાયદાના સંસ્થાપક રહેલા ઓસામા બિન લાદેન અને જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મૌલાના મસૂદ અઝહર વચ્ચેની મિત્રતા કોઈનાથી છૂપાયેલી નથી. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલા બાદ લાદેનને અફઘાનિસ્તાનની તોરા-બોરા ગુફાઓથી ભગાડવામાં મસૂદની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. તે સમયે પાકિસ્તાની સેનાએ ગુફાઓના આ નેટવર્કને ઘેરી લીધું હતું.

ભારતના ગુપ્ત સૂત્રો મુજબ અમેરિકા પર હુમલાના ઠીક બાદ જૈશે ભારત પર બે મોટા હુમલાનું ષડયંત્ર રચ્યું હતું, જેને અલકાયદાએ અંજામ આપ્યો. ૯/૧૧ના લગભગ ત્રણ અઠવાડિયા બાદ ૧લી ઓકટોબર ૨૦૦૧માં જમ્મૂ-કાશ્મીર વિધાનસભા પરિસર પર હુમલો કરાયો જેમાં ૩૫ લોકો માર્યા ગયા. બે મહિના બાદ ૧૩ ડિસેમ્બર ૨૦૦૧માં જૈશના આતંકીઓએ ભારતીય સંસદ પર હુમલો કર્યો. તેમાં ૩ લોકોના મોત થયા.

એક ટોચના અધિકારીએ કહ્યું કે આ બંને હુમલાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ઘ જેવી સ્થિતિ તરફ ધ્યાન કર્યો અને પાકિસ્તાની સેનાએ પોતાની પશ્ચિમ બોર્ડરતી સેના હટાવવાનું 'બહાનું' મળી ગયું. પશ્યિમ સીમા પર પાકિસ્તાની સેના તોરા-બોરાના પહાડોની તપાસ કરી રહી હતી. તેમાં ઓસામાને પાકિસ્તાન ભાગવામાં મદદ મળી. આ કારણે અમેરિકન સૈનિકોને ઓસામાને પકડવા માટે વધારે ૧૦ વર્ષનો સમય લાગી ગયો. ૨ મે ૨૦૧૧માં અમેરિકાન નેવી સીલના હુમલામાં ઓસામા બિન લાદેન પાકિસ્તાનના એબટાબાદમા માર્યો ગયો. એક ગુપ્ત અધિકારીએ જણાવ્યું કે, આ જૈશની ક્ષમતાની પ્રકૃતિ છે. સાથે જ દર્શાવ છે કે આ સંગઠનની અસર માત્ર ભારત પર જ નહીં પરંતુ વૈશ્વિક સુરક્ષા અને શાંતિ માટે મોટો ખતરો છે.

ભારત સરકાર દ્વારા પ્લેન હાઈજેકરોને સોંપ્યા બાદ ૯૦ના દશકામાં મસૂદને કથિત રૂપે ઓસામા સાથે ખૂબ નિકટથી કામ કર્યું. હરકત-ઉલ-અંસારના ટોચના વકતા મસૂદ જિહાદી વિચારધારાને ઘણા આફ્રિકન દેશોમાં લઈ ગયો. કહેવાય છે કે જે રાત્રે મસૂદ અઝહરને છોડવામાં આવ્યો, તે રાત્રે લાદેને તેના માટે પાર્ટી રાખી હતી. અઝહર ઘણા પાકિસ્તાની મૌલાનાઓને જાણે છે, જે બ્રિટિશ મસ્જિદો સુધી જિહાદ લઈ ગયા.

મસૂદ અઝહરે કથિત રૂપથી લંડન હુમલામાં મદદ માટે ઘણા લોકોને સંપર્ક કર્યો હતો. તેના દ્વારા ભરતી કરાયેલા બ્રિટિશ નાગરિક ઉમર શેખે વર્ષ ૧૯૯૪માં ૪ વિદેશી પર્યટકોનું અપહરણ કર્યું હતું. તેને હેતૂ મસૂદ અઝહરને છોડાવવાનો હતો. જોકે સુરક્ષા એજન્સીઓએ તેને પકડીને પર્યટકોને છોડાવી દીધા.

(11:53 am IST)