Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

મોદી વિરોધી ઘેલછા એટલી ન દર્શાવોઃ અભિનંદનની વાપસીનું શ્રેય પાકિસ્તાનને ન મળે

કોંગ્રેસી નેતા અને ધર્માચાર્ય પ્રમોદ કૃષ્ણમનું બયાન

નવી દિલ્હી તા.રઃ પાકિસ્તાનની કેદમાંથી છુટેલા ભારતીય વિંગ કમાંડર અભિનંદન ગઇકાલે ભારતને પરત સોંપતા હતા. આ ઘટના અંગે ભારતના પાકિસ્તાન પરસ્ત લોકો આનું શ્રેય મોદી સરકારને આપવાને બદલે ઇમરાન ખાન અને પાકિસ્તાનને આપવા લાગ્યા હતા. આ બધા લોકોને કોંગ્રેસી નેતા અને ધર્માચાર્ય પ્રમોદ કૃષ્ણમે સખ્ત જવાબ આપ્યો છે.પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે પુલવામાના શહીદોનો બદલો હજી સુધી કેમ ન લેવાયો એવો સવાલ જરૂર પુછો પણ ફકત મોદી વિરોધના કારણે અભિનંદનની વાપસીનું શ્રેય પાકિસ્તાનને ન આપો.

જો કે પ્રમોદ કૃષ્ણમે પણ મોદી સરકાર પર પ્રશ્ન ઉભો કરતા કહ્યું કે પુલવામાના શહીદોનો બદલો હજી સુધી કેમ નથી લેવાયો, જયારે આખી દુનિયા જાણે છે કે મોદી સરકારે પાકિસ્તાનમાં ધમાકેદાર એરસ્ટ્રાઇક કરીને પુલવામાનો બદલો લીધો હતો.

(11:50 am IST)