Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

નેપાળથી નીકળેલી શાલિગ્રામ શિલા સાંજે અયોધ્યા પહોંચી : મંદિરમાં સિયા-રામની મૂર્તિઓ પણ મૂકાશે

અયોધ્યાના લોકોએ આ બંને વિશાળ શિલાઓનું ભવ્ય સ્વાગત કર્યું :વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ

અયોધ્યામાં શ્રીરામનું ભવ્ય રામ મંદિર હાલમાં પૂરજોશમાં બની રહ્યું છે. આ મંદિરમાં સિયા-રામની મૂર્તિઓ પણ મૂકવામાં આવશે. આ મૂર્તિઓ 2 ખાસ પથ્થરોમાંથી બનશે, જેને શાલિગ્રામ શિલાઓ કહે છે. આ શાલિગ્રામ શિલાઓને નેપાળની પવિત્ર કાળા ગંડકી નદીમાંથી નીકાળવામાં આવ્યા છે. ખાસ સિયા-રામની મૂર્તિઓ બનાવવા માટે આ શિલાઓને નેપાળથી ભારત મંગાવવામાં આવી છે

  નેપાળથી નીકળેલી આ શિલાઓ બિહારના રસ્તે થઈને યૂપીના કુશીનગર અને ગોરખપુર થઈને બુધવારે મોડી સાંજે અયોધ્યા પહોંચી હતી. અયોધ્યાના લોકોએ આ બંને વિશાળ શિલાઓનું અયોધ્યામાં ભવ્ય સ્વાગત કર્યું હતું. આ ઘટનાના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આજે સવારે આ શિલાઓની પૂજા પણ કરવામાં આવી હતી

(10:20 pm IST)