Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

કાશ્મીર ઘાટીમાં પ્રથમ વખત મળ્યો પરફ્યૂમ IED : અડતા જ થાય છે વિસ્ફોટ:આતંકીએ કર્યા ખુલાસા

- આરિફ નામના આ આતંકીએ 21 જાન્યુઆરીએ 2 વિસ્ફોટને અંજામ આપ્યો હતો: પાકિસ્તાનમાં બેઠેલા લશ્કર એ તૈયબાના હેન્ડલરના સંપર્કમાં હતો

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે.પોલીસે એક આતંકીની ધરપકડ કરી છે. આરિફ નામના આ આતંકીએ 21 જાન્યુઆરીએ 2 વિસ્ફોટને અંજામ આપ્યો હતો, તેની પાસેથી પરફ્યૂમ આઇઇડી જપ્ત કરવામાં આવ્યુ છે. આરિફ પાકિસ્તાનમાં બેઠેલા લશ્કર એ તૈયબાના હેન્ડલરના સંપર્કમાં હતો. પૂછપરછમાં તેને કેટલાક ખુલાસા કર્યા છે.

જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ અનુસાર 20 જાન્યુઆરીએ બે આઇઇડી પ્લાન્ટ કર્યા હતા. આગળના દિવસે બે બિસ્ફોટ કર્યા હતા. આ હુમલામાં 9 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં આરિફ નામના આતંકીની ધરપકડ કરવામાં આવી છે. રિયાસીનો રહેવાસી આરિફ સરકારી ટીચર છે. તેની પાસેથી પરફ્યૂમ બોમ્બ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ અનુસાર આરિફ છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાનમાં બેઠેલા લશ્કર એ તૈયબાના આતંકીઓના સંપર્કમાં હતો.

DGP દિલબાગ સિંહે જણાવ્યુ કે આતંકી આરિફને ડિસેમ્બરમાં 3 આઇઇડી મળ્યા હતા જેમાંથી 2 આઇઇડીનો ઉપયોગ નરવાલ વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં કર્યો હતો. આ સતત પાકિસ્તાની આતંકીઓના સંપર્કમાં હતો. તપાસમાં ખુલાસો થયો છે કે વિસ્ફોટને અંજામ આપવા માટે પ્લાનિંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવતી હતી.

પૂછપરછમાં આરિફે જણાવ્યુ કે મે 2022માં કટરા જઇ રહેલી બસમાં પણ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે 22 લોકો ઘાયલ થયા હતા. આરિફે માન્યુ છે કે આ બસમાં તેને આઇઇડી લગાવ્યો હતો.

પોલીસ અનુસાર પ્રથમ વખત પરફ્યૂમ આઇઇડી જપ્ત કરવામાં આવ્યુ છે, જેમાં પરફ્યૂમની બોટલમાં આઇઇડી (વિસ્ફોટક) ભરવામાં આવે છે. તેને વિસ્ફોટના સ્થળે રાખવામાં આવે છે. જેવા જ કોઇ આ બોટલને હાથ લગાડે છે અથવા તેને દબાવવાનો પ્રયાસ કરે છે તો આ ફાટી જાય છે. તેનાથી વિસ્ફોટ ઘણો ખતરનાક થાય છે. આ વિસ્ફોટ કોઇ વ્યક્તિના આઇઇડીના સંપર્કમાં આવ્યા બાદ થાય છે માટે તેનાથી નુકસાન પણ વધારે થાય છે

(8:13 pm IST)