Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

વિદેશમાં વર્ક વિઝા અપાવાના નામે છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ: સુરતથી બે આરોપી ઝડપાયા :15 ગુનાનો ભેદ ઉકેલાયો

અમદાવાદ સાઇબર ક્રાઇમે બે આરોપી ભાવેશ સરવૈયા અને ઉમેશ ચૌહાણની ધરપકડ કરી:બન્ને આરોપીએ સાથે મળી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી

અમદાવાદ :વિદેશમાં વર્ક  વિઝા અપાવવાના નામે છેતરપિંડી કરતી ટોળકીનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમે સુરતથી બે આરોપીની ધરપકડ કરી 15 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.અમદાવાદ સાઇબર ક્રાઇમે સુરતના રહેવાસી બે આરોપી ભાવેશ સરવૈયા અને ઉમેશ ચૌહાણની ધરપકડ કરી છે.આ બંને આરોપીએ સાથે મળી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. અમેરિકા અને કેનેડા જવા ઈચ્છતા લોકોને વર્ક પરમિટ આપવાના બહાને તેમની પાસેથી છેતરપિંડી કરતા હતા.જેમા ભોગ બનનારના બેંક એકાઉન્ટમા રૂપિયાની ખોટી એન્ટ્રી બતાવવા માટે બીજા ભોગ બનનારના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા.

છેલ્લા 4 વર્ષથી પોલીસને થાપ આપી અંદાજીત 31 લાખથી વધુની 14 લોકો સાથે છેતરપિંડી કરી છે. પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી ત્યારે હકિકત સામે આવી કે ઉમેશ ચૌહાણ ધોરણ 12 ભણેલ છે. આ અગાઉ બેંકમા એકાઉન્ટ ખોલવાની સામાન્ય નોકરી કરતો હતો. જ્યાંથી તે પોતાનુ બેંક અકાઉન્ટ કે સિમકાર્ડ વાપર્યા વિના છેતરપિંડી કરતા શીખ્યો. જેની બાદ આરોપીએ વિઝા માટે જરૂરી બેંક બેલેન્સ બતાવવા માટે અરજદારોના નામે બેંક અકાઉન્ટ ખોલાવી તેમના નામના સિમકાર્ડ પણ મેળવી લેતો હતો.

 જેની બાદ ફોન હેક કરી ફરિયાદીના તમામ રૂપિયા અલગ અલગ ચાર્જ પેટે પડાવી છેતરપિંડી આચરતો હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે જ પોલીસે 14 ગુનામા ભોગ બનનારની હકિકત તપાસી ત્યારે સામે આવ્યુ કે તમામ ગુનામા અન્ય ભોગ બનનારના બેંક એકાઉન્ટ અને સીમકાર્ડનો ઉપયોગ થયો છે. જેથી આરોપી નાસતો ફરતો રહ્યો હતો.

સાયબર ક્રાઇમે સીઆઈડી ક્રાઈમની સાથે મળી 14 ગુનાની હકિકત અંગે તપાસ કરતા સુરતનો એક વિસ્તાર લોકેટ થયો. જ્યાં બંને આરોપીની સતત ચહલપહલ રહેતી હતી. સાથે જ સીમકાર્ડના લોકેશનના આધારે તપાસ કરી પોલીસે આરોપીને તેના અવાજ અને વાત કરવાની રીત પરથી ઝડપી પાડ્યો હતો

સાયબર ક્રાઇમે બન્ને આરોપી ની ધરપકડ બાદ ગુનાની મોડસઓપરેન્ડી સમજવા માટે પુછપરછ શરૂ કરી ત્યારે હકિકત સામે આવી કે આરોપી ન્યુઝ પેપર મા જાહેરાત આપવા માટે પણ મુંબઈ ના એક યુવક નો ઓનલાઈન સંપર્ક કર્યો હતો. જે યુવક ને ક્યારેય આરોપી ને મળ્યા નથી.. પરંતુ તેને રૂપિયા અલગ અલગ ભોગ બનનાર ના ખાતા મા રૂપિયા પહોચી જતા હતા. જેથી આગુનામા સાયબર ક્રાઇમે આરોપી ના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

(7:20 pm IST)