Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ખરતા વાળ અને ડેન્‍ડ્રફની સમસ્‍યામાં મેથીના દાણા પલાળી પેસ્‍ટ બનાવી માથા પર લગાવી શકાય

મેથીના દાણામાં આયર્ન, પ્રોટીન જેવા ગુણો હોવાથી સ્‍વાસ્‍થ્‍ય અને વાળ માટે ફાયદાકારક

નવી દિલ્હીઃ દરેક ઘરમાં મેથી સરળતાથી મળી રહે છે. મેથીનો વધાર ઉમેરવાથી ભોજનનો સ્વાદ સરસ આવે છે..પરંતુ શું તમને ખબર છે કે મેથીનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. મેથીમાં ઘણા ઔષધીય ગુણ હોય છે જેના થકી ઘણી બીમારીઓથી બચી શકાય છે. મેથીમાં કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફોરસ એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સીડેન્ટ જેવા તત્વો હોય છે. જો તમે મેથીના રાત્રે પલાળીને સવારે તે પાણીને ગાળીને ખાલી પેટે ખાઓ તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મેથીના દાણામાં આયર્ન અને પ્રોટીન જેવા ગુણો ભરપૂર હોય છે, જે તમારા સ્વાસ્થ્ય તેમજ તમારા વાળને સંપૂર્ણ પોષણ આપે છે. આવી સ્થિતિમાં આજે અમે વાળ ખરવા માટે મેથીના દાણા લગાવવાની રીત લઈને આવ્યા છીએ. મેથીના દાણા વાળમાં લગાવવાથી તમારા ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. આ સાથે તમે વાળ ખરવા અને તૂટવાથી પણ છુટકારો મેળવો છો. આટલું જ નહીં, મેથીના દાણા તમારા ડેમેજ થયેલા વાળને રિપેર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. મેથીના દાણાનો ઉપયોગ સફેદ વાળથી પણ છુટકારો મેળવવા માટે કરી શકાય છે..કેવી રીતે મેથીના દાણાનો ઉપયોગ કરશો...જાણો રીત...

1) 2 ચમચી મેથીના દાણા લો અને તેને આખી રાત પલાળી રાખો. સવાલે મિક્ષપમાં પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા વાળમાં લગાવો. પછી તમે તેને લગભગ 20-25 મિનિટ સુધી સુકાવા દો..બાદમાં વાળ ધોઈ નાંખો...વાળ ખરવા માટે અઠવાડિયામાં બે વાર આ હેર માસ્ક અજમાવો.

2) મેથીના દાણામાં લીંબુનો રસ મિક્સ કરીને મિક્ષરમાં પીસી લો. પછી વાળમાં સારી રીતે લગાવો અને લગભગ અડધો કે 1 કલાક રાખો અને ધોઈ લો. આ હેર માસ્કથી તમને વાળ ખરવાની સાથે સાથે ડેન્ડ્રફથી પણ છુટકારો મેળવશો.

3) મેથીના દાણા અને ઈંડાની પેસ્ટ તૈયાર કરો. પછી આ બંનેને સારી રીતે મિક્સ કરો. વાળમાં આ પેસ્ટને લગાવીને અડધા કલાક સુધી રહેવા દો..અને પછી ધોઈ લો. આ હેર માસ્કથી તમારા વાળને સંપૂર્ણ પોષણ મળે છે, જેથી તમારા વાળ નહીં તૂટે.

(6:06 pm IST)