Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ફેક ન્‍યુઝની સાવધાનઃ આઇટી એક્‍ટ અનુસાર ફેક ન્‍યુઝ શેર કરવાથી કેસ થઇ શકેઃ આવેલા ન્‍યુઝનું વેરિફિકેશન કર્યા બાદ જ શેર કરવા હિતાવહ

સોશ્‍યલ મીડિયામાં સમાજને વિભાજીત કરતા કે અન્‍ય લાગણી દુભાય તેવો વીડિયો કે લખાણ શેર કરતા જેલની હવા ખાવી પડે

નવી દિલ્‍હીઃ સોશિયલ મીડિયામાં આવતા દરેક સમાચાર, વીડિયોની સૌથી પહેલાં સત્યતા તપાસવી જોઈએ. જો તેને ચેક કર્યા વિના શેર કરવામાં આવે તો તમારી મુશ્કેલીમાં વધારો પણ થઈ શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સૌથી વધારે ઉપયોગ  થાય છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટરનો સૌથી વધારે ઉપયોગ થાય છે. પરંતુ તેના નિયમની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. અનેકવાર આપણને તેના નિયમો વિશે કોઈ જાણકારી નથી અને અજાણતાં તેનું ઉલ્લંઘન કરી બેસીએ છીએ. જે કાયદાની ભાષામાં ગુનાની શ્રેણીમાં આવે છે. એટલે કંઈપણ ખોટું કરવાથી જેલ થઈ શકે છે. એવી કેટલીક વસ્તુ છે જેને ભૂલમાં પણ સર્ચ ન કરવું જોઈએ. સર્ચ કરતાં જ તમારી મુશ્કેલીમાં વધારો થાય છે. ત્યારે કઈ વસ્તુ એવી છે જેને સર્ચ ન કરવી જોઈએ.

Child Pornography:

Child Pornographyને લઈને ઘણા આકરા કાયદા છે. જો તમને પણ આવો કોઈ વીડિયો મળે છે જે તેનાથી સંબંધિત હોય તો તેને ન નિહાળવો જોઈએ. સર્ચ પણ ન કરવું જોઈએ. કેમ કે આવું કરવા પર તમારા પર કેસ થઈ શકે છે. અને બની શકે કે તમને જેલ પણ થઈ શકે.

Fake News:

વર્ષોથી ફેક ન્યૂઝ વધારે છે. તેને રોકવા માટે સરકાર સતત પગલાં ઉઠાવી રહી છે. ફેક ન્યૂઝથી તમારે સાવધાન રહેવું જોઈએ. IT act અંતર્ગત જો તમે ફેક ન્યૂઝ શેર કરો છો તો તમારી સામે કેસ પણ થઈ શકે છે. જો તમને કોઈ ન્યૂઝ મળે છે તો સૌથી પહેલાં તેનું ક્રોસ વેરિફિકેશન કરવું જોઈએ. ત્યારબાદ જો તે સાચા ન્યૂઝ હોય તો જ તેને શેર કરવા જોઈએ.

ફેક વીડિયોને ક્યારેય શેર કરશો નહીં:

સમાજને વિભાજિત કરનારા વીડિયોથી દૂર  રહો.. જો તમે શેર કરો છો તો તમારી સામે કેસ પણ થઈ શકે છે અને તમારે જેલની હવા પણ ખાવી પડી શકે છે. દિલ્લી પોલીસે હાલમાં આવા જ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે.

(6:05 pm IST)