Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ટ્રેનમાં લાગેલ એસી કોચના અંદરના તાપમાનને જાળવી રાખેઃ શિયાળો હોય કે ઉનાળો તાપમાન હંમેશા 20થી 24 ડિગ્રી વચ્‍ચે રહેશે

ઉનાળામાં એસી કોચનું ભાડુ વધારે લેવાય છે જ્‍યારે શિયાળામાં ઘટાડવામાં આવતુ નથી

નવી દિલ્‍હીઃ ભારતીય રેલ્વેની ટ્રેનોમાં મુસાફરી સૌ કોઈએ કરી હશે.બજેટ મુજબ મુસાફર ટ્રેનમાં ટિકિટ બુક કરાવે છે..જનરલ, સ્લીપર અને એસી કોચ હોય છે. કોચમાં સુવિધા અનુસાર ભાડું પણ બદલાય છે..ઉનાળામાં એસી કોચનું ભાડું વધારે લેવાય છે..પરંતુ શું તમને ખબર છે કે શિયાળામાં એસી કોચનું ભાડું ઘટાડવામાં આવતું નથી. ઉલ્લેખનીય છે કે ઠંડીના દિવસોમાં ACની જરૂર પડતી નથી..તેમ છતાં પણ ભારતીય રેલ્વે અવધુ ભાડું કેમ વસૂલે છે? આજે આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. અને સાચી હકીકત જણાવીશું.

ટ્રેનમાં લગાવવામાં આવેલ એસી એર કંડિશનર છે, એર કુલર નથી. એર કંડિશનર ડબ્બામાં હાજર હવાને માત્ર ઠંડુ જ નહીં પરંતું કોચની અંદરના તાપમાનને પણ નિયંત્રિત કરે છે.

તમને એવું હશે કે શિયાળાની ઋતુમાં ટ્રેનના ડબ્બામાં એસી બંધ હશે, તો આ વાત ખોટી છે..ટ્રેનમાં લાગેલું AC વર્ષના 12 મહિના કોચની અંદર સમાન તાપમાન જાળવી રાખવાનું કામ કરે છે. એટલે કે ઉનાળામાં હોય કે શિયાળો એસી કોચની અંદરનું તાપમાન હંમેશા 20-24 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આનો ફાયદો એ છે કે ઉનાળામાં તમે એસી કોચમાં ઠંડી અનુભવો છો અને શિયાળામાં તમને તેમાં ગરમી મહેસૂસ કરો છો.

શિયાળામાં ભારતીય રેલવે એસી કોચમાં ખાસ પ્રકારનું હીટર ચલાવે છે. આ હીટર AC સાથે જોડાયેલું હોય છે. આ હીટરને કારણે અંદરનું તાપમાન ધીમે ધીમે ગરમ થાય છે જેથી મુસાફરોને બહારની ઠંડીનો સામનો કરવો પડતો નથી. હીટરથી ત્વચા શુષ્ક થતી નથી.હવે તમે સમજી હશો કે ભારતીય રેલ્વે શિયાળામાં પણ એસી કોચ માટે તમારી પાસેથી વધુ ચાર્જ શા માટે લે છે.

(6:00 pm IST)