Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

સરકારને મળતા દરેક રૂપિયામાં ડાયરેકટર અને ઇનડાયરેકટર ટેક્ષનો હિસ્‍સો ૫૮ ટકા

નવી દિલ્‍હી, તા.૨: સરકારી ખજાનામાં આવનાર દરેક રૂપિયામાં ૫૮ પૈસા ડાયરેકટર અને ઇનડાયરેકટર ટેક્ષમાંથી આવશે. આ ઉપરાંત ૩૪ પૈસા લોન અને અન્‍ય ટેક્ષમાંથી આવશે. બજેટ ૨૦૨૩-૨૪ અનુસાર, ડીસઇન્‍વેસ્‍ટમેન્‍ટ જેવી નોન ટેક્ષ રેવન્‍યુમાંથી ૬ પૈસા અને નોન-લોન કેપીટલ રીસીપ્‍ટમાંથી બે પૈસા મળશે.

નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બુધવારે સંસદમાં રજૂ કરાયેલ બજેટ અનુસાર, સરકારની આવકમાં દર એક રૂપિયામાં જીએસટીનું ૧૭ પૈસાનું યોગદાન રહેશે. આ ઉપરાંત કોર્પોરેટ ટેક્ષમાંથી ૧૫ પૈસા મળશે. જયારે ૭ પૈસા એકસાઇઝ ડયુટીમાંથી અને ૪ પૈસા કસ્‍ટમ ડયુટીમાંથી મળશે. ઇન્‍કમ ટેક્ષમાંથી સરકારને ૧૫ પૈસા મળશે.

સરકારના ખર્ચની વાત કરીએ તો સૌથી મોટો હિસ્‍સો લીધેલી લોન પરના વ્‍યાજનો છે. સરકારે ખર્ચ કરેલ દરેક રૂપિયામાંથી ૨૦ પૈસા વ્‍યાજ ચુકવવામાં ખેંચે છે. ત્‍યારપછી ટેક્ષ અને ડયુટીઓમાં રાજયોનો ૧૮ પૈસા હિસ્‍સો હોય છે. સંરક્ષણ માટેની ફાળવણી ૮ પૈસા છે. કેન્‍દ્રિય યોજનાઓ માટે ૯ પૈસા ખર્ચાશે. જયારે કેન્‍દ્ર દ્વારા પ્રાયોજીત યોજનાઓ માટે ૯ પૈસા ફાળવાયા છે. સબસીડી અને પેન્‍શન પર અનુક્રમે ૯ પૈસા અને ૪ પૈસા ખર્ચાશે.(

(3:57 pm IST)