Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

બિગબ્‍લોક કન્‍સ્‍ટ્રક્‍શન લિમિટેડે રૂ. ૭.૭૦ કરોડનો ચોખ્‍ખો નફો નોંધાવ્‍યો

વાર્ષિક ધોરણે ૮૧.૬ ટકાની વળદ્ધિ

 

 

મુંબઇ, તા.૨: એરેટેડ ઓટોક્‍લેવ્‍ડ કોન્‍ક્રીટ (AAC) બ્‍લોક્‍સ, બ્રિક્‍સ અને પેનલ્‍સના ઉત્‍પાદનમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક બિગબ્‍લોક કન્‍સ્‍ટ્રક્‍શન લિમિટેડે Q3FY23 માટે રૂ.૭.૭૦ કરોડ (ચોખ્‍ખા નફાનું માર્જિન ૧૫.૫%)નો કોન્‍સોલિડેટેડ ચોખ્‍ખો નફો નોંધાવ્‍યો છે, જે વાર્ષિક ધોરણે ૮૧.૬% ની વળદ્ધિ દર્શાવે છે. મ્‍૩જ્‍ળ્‍૨૨માં કંપનીએ રૂ. ૪.૨૪ કરોડનો ચોખ્‍ખો નફો (ચોખ્‍ખા નફાનું માર્જિન ૮%) નોંધાવ્‍યો હતો. ડિસેમ્‍બર ૨૦૨૨ના રોજ પૂરા થયેલા Q3FY23 દરમિયાન કુલ આવક રૂ.૪૯.૫૫ કરોડ નોંધાઈ હતી. Q3FY23 માટે એબિટા રૂ.૧૩.૩૧ કરોડ (એબિટા માર્જિન ૨૬.૯%) નોંધાઈ હતી જે Q3FY22માં રૂ.૭.૪૨ કરોડના એબિટા (એબિટા માર્જિન ૧૪%) સામે ૭૯.૩%નો વધારો દર્શાવે છે. Q3FY23 માટે શેરદીઠ આવક વાર્ષિક ધોરણે ૮૧.૨% વધીને રૂ.૧.૦૯ પ્રતિ શેર રહી હતી

(3:56 pm IST)