Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ફેડરલ રિઝર્વએ ફરી આપ્‍યો આંચકોઃ વ્‍યાજદરમાં વધારો કર્યો ? શું અસર થશે ?

વોશીંગ્‍ટન, તા.૨: સમગ્ર વિશ્વમાં વધતી જતી મોંઘવારી રોકવા માટે વિવિધ દેશોની સેન્‍ટ્રલ બેંકો સતત વ્‍યાજ દરોમાં વધારો કરી રહી છે. ફરી એકવાર ફેડરલ રિઝર્વ (યુએસ ફેડ રિઝર્વ) એ વ્‍યાજ દરોમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો છે.

સમગ્ર વિશ્વમાં વધતી જતી મોંઘવારી રોકવા માટે વિવિધ દેશોની સેન્‍ટ્રલ બેંકો સતત વ્‍યાજ દરોમાં વધારો કરી રહી છે. ફરી એકવાર ફેડરલ રિઝર્વે વ્‍યાજ દરોમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો છે. બુધવારે, ફેડ રિઝર્વના વડા જેરોમ પોવેલે વ્‍યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ નવા વ્‍યાજ દર ૪.૫ ટકાથી વધીને ૪.૭૫ ટકા થઈ જશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ ઘણી વખત વ્‍યાજ દરમાં વધારો કરવામાં આવ્‍યો છે.

ફેઝ રિઝર્વના વડા જેરોમ પોવેલે જણાવ્‍યું હતું કે ફુગાવા સામેની લડાઈ અમે જીતી લીધી છે તેમ કહેવું અલ્‍પોક્‍તિ હશે. તેમણે પ્રેસ કોન્‍ફરન્‍સમાં કહ્યું કે ફેડ રિઝર્વ જોબ ડેટા પર ચાંપતી નજર રાખી રહ્યું છે. જો કે, આ દરમિયાન તેણે વધુ એક વાત સ્‍પષ્ટ કરી છે કે ૨૦૨૩માં વ્‍યાજમાં કોઈ ઘટાડો થવાની આશા રાખશો નહીં. જો કે, કેટલીક એજન્‍સીઓ કહે છે કે ફુગાવો ફેડની ધારણા કરતાં વધુ ઝડપથી નીચે આવશે.

એક પ્રશ્‍નના જવાબમાં જેરોમ પોવેલે કહ્યું કે ફેડરલ રિઝર્વ બેન્‍ચમાર્ક ઈન્‍ડેક્‍સ વ્‍યાજ દરોને ૫ ટકાથી નીચે રાખવાનો પ્રયાસ કરશે. આ એક સંકેત તરીકે ગણી શકાય. કે આવનારા સમયમાં વ્‍યાજ દરોમાં ભાગ્‍યે જ વધારો થશે.

(1:33 pm IST)