Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

બિહારના નાલંદામાં ઇન્‍ટર પરીક્ષા દરમિયાન એક વિચિત્ર કિસ્‍સો સામે આવ્‍યો છે

૫૦૦ છોકરીઓ વચ્‍ચે પોતાને એકલો જોઈ વિદ્યાર્થી પરીક્ષા કેન્‍દ્રમાં બેહોશ થઈ ગયો

 

નાલંદા, તા.૨: બિહારના નાલંદામાં ઇન્‍ટર પરીક્ષા દરમિયાન એક વિચિત્ર કિસ્‍સો સામે આવ્‍યો છે. પરીક્ષા આપવા આવેલ એક વિદ્યાર્થી ૫૦૦ છોકરીઓ  વચ્‍ચે પોતાને એકલો જોઈને બેહોશ થઈ ગયો. આ મામલો બિહાર શરીફના એક પરીક્ષા કેન્‍દ્રનો છે, જ્‍યારે પરીક્ષા આપવા આવેલો એક વિદ્યાર્થી પોતાને મહિલા વિદ્યાર્થીઓમાં જોતાં બેહોશ થઈ ગયો હતો. વિદ્યાર્થીને સારવાર માટે સદર હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો છે.

બિહાર શરીફની અલ્લામા ઈકબાલ કોલેજના વિદ્યાર્થી મનીષ શંકરનું ઈન્‍ટરમીડિયેટ પરીક્ષા કેન્‍દ્ર બ્રિલિયન્‍ટ સ્‍કૂલમાં હતું. સવારે જ્‍યારે મનીષ પરીક્ષા કેન્‍દ્ર પર ગયો ત્‍યારે તેણે જોયું કે તેના પરીક્ષા કેન્‍દ્ર પર માત્ર વિદ્યાર્થિનીઓ જ હતી. લગભગ ૫૦૦ વિદ્યાર્થિનીઓ વચ્‍ચે પોતાને એકલા જોઈને તે પરેશાન થવા લાગ્‍યો અને અચાનક તેની તબિયત બગડવા લાગી અને તે બેહોશ થઈ ગયો.

છોકરાની કાકી પુષ્‍પા લતા સિન્‍હાએ કહ્યું કે મનીષ કેન્‍દ્રમાં વધુ છોકરીઓ જોઈને નર્વસ થઈ ગયો, જેના કારણે તેની તબિયત બગડવા લાગી અને તે બેહોશ થઈ ગયો. ત્‍યારબાદ તેને સારવાર માટે હોસ્‍પિટલ લઈ જવો પડ્‍યો હતો.

તમને જણાવી દઈએ કે બિહારમાં બુધવારથી ઈન્‍ટરમીડિયેટ પરીક્ષા શરૂ થઈ ગઈ છે

(11:02 am IST)