Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

પાંચ લાખ રૂપિયાથી વધારે પ્રીમીયમવાળી જીવન વિમા પોલીસી પર લાગશે ટેક્ષ

બજેટનો વધુ એક ઝટકો : ૩૧ માર્ચ ૨૦૨૩ પહેલા ઇસ્‍યુ થયેલ પોલીસીને નહીં લાગે નવો નિયમ

નવી દિલ્‍હી તા. ૨ : નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બુધવારે રજૂ થયેલ બજેટ પ્રસ્‍તાવ અનુસાર, જો કુલ વાર્ષિક પ્રીમીયમ પાંચ લાખ રૂપિયાથી વધારે હશે તો જીવન વીમા પોલીસીની પાકતી રકમ પર ટેક્ષ ચૂકવવો પડશે.

નાણા પ્રધાને બજેટમાં પ્રસ્‍તા કર્યો છે કે, ૧ એપ્રિલ ૨૦૨૩ પછી ઇસ્‍યુ કરાયેલ જીવન વિમા પોલીસી (યુલીપ સીવાયની) માટે કુલ પ્રીમીયમ જો પાંચ લાખ રૂપિયાથી વધારે હશે તો જે પોલીસીમાં કુલ પ્રીમીયમ પાંચ લાખ રૂપિયા સુધી હશે તેને છૂટ આપવામાં આવશે.

પ્રસ્‍તાવ અનુસાર, ઇન્‍સ્‍પોર્ડ પર્સનના મૃત્‍યુની સ્‍થિતિમાં મળનારી રકમ પર વર્તમાન છૂટ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, નવી વ્‍યવસ્‍થા ૩૧ માર્ચ ૨૦૨૩ સુધી ઇસ્‍યુ થનાર વીમા પોલીસી પર લાગુ નહીં થાય.

અર્થશાષાી નિધિ માનચંદાએ કહ્યું કે, બજેટમાં મળેલા ઝટકાઓમાં એક જીવન વિમા પોલીસીની મેચ્‍યોરીટી રકમ પર કરનો છે. તેમણે કહ્યું કે, એ વાત ધ્‍યાનમાં રાખવી જોઇએ કે જો કોઇ વ્‍યકિત પાસે ૨૦૨૩ની પહેલી એપ્રિલ પછી ઇસ્‍યુ થયેલ જીવન વીમા પોલીસી હોય અને જો આવી પોલીસીની પ્રીમીયમની કુલ રકમ પાંચ લાખ રૂપિયાથી વધારે હોય તો તેની પાકતી રકમ પર ટેક્ષ લાગશે.

આના કારણે બજેટ પછી, એચડીએફસી લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સના શેરના ભાવોમાં ૧૧ ટકાનો અને એસબીઆઇ લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સમાં ૧૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

(12:32 pm IST)