Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

રાહુલ ગાંધીએ બજેટને ગણાવ્યુ મિત્રકાલનું બજેટ : કહ્યુ નવી નોકરીઓ માટે સરકારનું કોઈ વિઝન જ નથી

મોંઘવારી પર લગામ કસવાની કોઈ યોજના નથી. અસમાનતા રોકવાનો સરકારનો કોઈ ઈરાદો નથી

નવી દિલ્હી : રાહુલ ગાંધીએ આ બજેટને મિત્ર કાલ બજેટ ગણાવતા કહ્યુ કે આ બજેટમાં નોકરીઓના સૃજન માટેનું કોઈ વિઝન નથી. મોંઘવારી પર લગામ કસવાની કોઈ યોજના નથી. અસમાનતા રોકવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. 1% સૌથી ધનિક પોતાની 40% સંપત્તિ, 50% સૌથી ગરીબ 64% GST ચૂકવે છે, 42% યુવાનો બેરોજગાર છે- છતાં, PM ધ્યાન આપતા નથી! આ બજેટ સાબિત કરે છે કે સરકાર પાસે ભારતના ભવિષ્યના નિર્માણ માટે કોઈ રોડમેપ નથી.

(12:32 am IST)