Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

મોડી રાત્રે અદાણી જૂથની જાહેરાત: ૨૦ હજાર કરોડ રૂપિયાનો એફપીઓ, જેમાં રોકાણકારોએ નાણાં રોક્યા હતા, તે રોકાણકારોને પરત કરવામાં આવશે. આમ એફપીઓ રદ થયો છે

માર્કેટમાં અદાણીના શેરોના ભાવની હાલની પરિસ્થિતિ જોતા આ નિર્ણય લેવાયાનું મેનેજમેન્ટએ જણાવ્યું છે. રોકાણકારોનું હિત સર્વસ્વ હોવાનું કારણ દર્શાવતું કંપની દ્વારા ઔપચારિક  સ્ટેટમેન્ટ મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું છે.

અદાણી એન્ટરપ્રાઇઝની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO)27 જાન્યુઆરીએ ખુલી હતી. અદાણી એન્ટરપ્રાઈઝ ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટા FPO દ્વારા રૂ. 20,000 કરોડ એકત્ર કરવા માટે યોજના બનાવી હતી. અદાણી ગ્રુપની અદાણી એન્ટરપ્રાઇઝિસની ફોલો-ઓન પબ્લિક ઓફર 31 જાન્યુઆરી સુધી ખુલ્લી રહી હતી.

જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL)ના બોર્ડે સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલ ફોલો-ઓન પબ્લિક ઑફર (FPO) સાથે આગળ ન જવાનું નક્કી કર્યું છે. હાલમાં બજારની વર્તમાન અસ્થિરતાને જોતાં કંપનીનો ઉદ્દેશ્ય FPOની રકમ પરત કરીને તેના રોકાણકારોના હિતનું રક્ષણ કરવાનો છે.

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અમારા એફપીઓ પ્રત્યેના તમારા સમર્થન અને પ્રતિબદ્ધતા માટે બોર્ડ તમામ રોકાણકારોનો આભાર માને છે. FPO માટે સબસ્ક્રિપ્શન ગઈકાલે સફળતાપૂર્વક બંધ થયું. છેલ્લા અઠવાડિયે શેરમાં અસ્થિરતા હોવા છતાં કંપનીના વ્યવસાય અને તેના સંચાલનમાં તમારો વિશ્વાસ અડગ રહ્યો છે. આભાર

(12:14 am IST)