Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

દિલ્હી -એનસીઆરમાં 5,7ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો: હિંદુકુશ પર્વત નજીક ભૂકંપનું કેન્દ્ર બિંદુ

જમ્મુ-કાશ્મીરના પણ કેટલાએ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા

નવી દિલ્હી :દિલ્હી-એનસીઆરમાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. અચાનક ભૂકંપના આંચકા અનુભવાતા લોકો રસ્તા પર દોડી આવ્યા છે. રાજધાનીમાં દહેશતનો માહોલ સર્જાયો છે.

   મળતી માહિતી મુજબ, દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા હિદુકુશ પર્વત પાસે ભૂકંપનું કેન્દ્ર બિંદુ બતાવવામાં આવ્યું છે. હિંદુકુશ પર્વત પર 6.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર જણાઈ આવે છે. જેને પગલે દિલ્હી-એનસીઆરમાં 5.7ની તીવ્રતા નોંધાઈ છે.
   સૂત્રોએ જણાવ્યું કે, હિંદુકુશ પર્વત નજીક ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે. જ્યાં હાલમાં પ્રાથમીક માહિતી મુજબ 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હજુ સુધી કોઈ જાનમાલના નુકશાનની માહિતી મળી નથી શકી.
   દિલ્હી સિવાય જમ્મુ-કાશ્મીરના પણ કેટલાએ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તંત્ર તરફથી જમ્મુ-કાશ્મીર અને તેની આસપાસના વિસ્તારમાં સંપર્ક કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી કોઈ જગ્યા પરથી જાનમાલના નુકશાનના સમાચાર આવ્યા નથી, પરંતુ વધુ જાણકારી મેળવવાની કોશિસ શરૂ કરી દેવામાં આવી છે

(7:45 pm IST)