Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

યુ.એસ.માં 6 માસ પહેલા આવેલા 11 ગેરકાયદે ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સ ઉપર અમાનુષી અત્યાચાર : ટેક્સાસ ખાતેના આશ્રયગૃહમાં રખાયેલા ભારતીયો ભૂખ હડતાલ ઉપર

ટેક્સાસ : આશરે 6 માસ પહેલા સાઉધર્ન બોર્ડર ઉપરથી ગેરકાયદે અમેરિકામાં આવેલા 11  ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સ ઉપર અમાનુષી અત્યાચાર થતો હોવાનું જાણવા મળે છે.તેઓ બુધવારે ભૂખ હડતાલ ઉપર ઉતરી જતા પરાણે નળી મારફત પ્રવાહી આપવાની કોશિશ થઇ રહી છે.માનવ અધિકારના ભંગ તથા અમાનુષી અત્યાચારનો ભોગ બનેલા આ ભારતીયોના સમર્થન માટે સ્થાનિક સંગઠનોએ સરકાર સમક્ષ વિરોધ વ્યક્ત કર્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(7:33 pm IST)