Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

આનંદીબેન બાદ શંકરસિંહ વાઘેલા પણ બનશે ઓરિસ્સાના રાજ્યપાલ!

નવી દિલ્હી તા. ૨ : ગુજરાતના વિપક્ષના કદાવર નેતા ગણાતા શંકરસિંહ વાઘેલાની રાજયપાલ તરીકે નિમણૂંક થઈ શકે છે. જાણવા મળી રહ્યું છે કે, શંકરસિંહ વાઘેલાને ઓરિસ્સા અથવા મહારાષ્ટ્રના રાજયપાલ બનાવવામાં આવી શકે છે. વજુભાઈ વાળા અને આનંદીબહેન પટેલ બાદ શંકરસિંહ વાઘેલા ત્રીજા નંબરના કદાવર નેતા છે.

મહત્વનું છે કે ઓરિસ્સાના રાજયપાલ એસ.સી. જમીર આગામી બે મહિનામાં નિવૃત્ત થશે અને બીજી બાજુ મહારાષ્ટ્રના રાજયપાલ સી. વિદ્યાસાગર રાવનો કાર્યકાર પૂર્ણ થવાને હજુ એક વર્ષથી વધુ સમય છે. જેથી બાપુને ઓરિસ્સાના રાજયપાલ બનાવવામાં આવે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો અને 'જન વિકલ્પ' નામે નવો પક્ષ ઉભો કર્યો હતો. જો કે આ મામલે અધિકારીક રીતે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે વજુભાઈ વાળા બાદ ભાજપના આનંદીબેન પટેલને પણ મધ્યપ્રદેશના રાજયપાલ બનાવવામાં આવ્યા છે.

(4:13 pm IST)