Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

દિલીપ કુમાર અને રાજ કપૂરના મકાનો ખરીદવા પાકિસ્તાનની સરકારે 2,32 કરોડની રકમ ફાળવી

દિલીપ કુમારના ઘરનીકિંમત 80.56 લાખ અને રાજ કપૂરના ઘરની કિંમત 1.50 કરોડ નક્કી કરી હતી.

ભારતના સુપ્રસિદ્ધ બોલિવૂડ અભિનેતા દિલીપ કુમાર અને રાજ કપૂરના પાકિસ્તાનમાં રહેલા વડવાઓના મકાનો ખરીદવા માટે પાકિસ્તાનની કે.પી.કે. સરકારે ૨.૩૨ કરોડ મંજૂર કર્યા છે

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સરકારે સપ્ટેમ્બરમાં જર્જરિત હાલતમાં આવી ચુકેલી આ ઐતિહાસિક ઇમારતોના સંરક્ષણ માટે પૈતૃક ઘરોને ખરીદવાનો નિર્ણય લીધો હતો. પેશાવરના મુખ્ય વિસ્તારમાં સ્થિત આ બંન્ને ઇમારતોને રાષ્ટ્રીય વારસો જાહેર કરવામાં આવ્યો છે.

ખૈબર પખ્તુખ્વા પ્રાંતના મુખ્યમંત્રી મહમૂદ ખાનએ ઔપચારિક રૂપે બંન્ને અભિનેતાઓના પૈતૃક ઘરને ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ સાથે સંબંધિત અધિકારીઓને ખૈબર પખ્તુનખ્વા સંચાર અને નિર્માણ વિભાગ દ્વારા નક્કી કરેલી કિંમતો પર આ અભિનેતાઓની પૈતૃક હવેલીઓને ખરીદવાની મંજૂરી મળી ગઈ છે. પેશાવરના ડેપ્યુટી કમિશનર મુહમ્મદ અલી અસગરે દિલીપ કુમારના ઘરનીકિંમત 80.56 લાખ રૂપિયા જ્યારે રાજ કપૂરના ઘરની કિંમત 1.50 કરોડ રૂપિયા નક્કી કરી હતી.

મારલા ક્ષેત્રના મીટરિંગ માટે પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશમાં ઉપયોગ થનાર એક પરંપરાગત માપ કે માપદંડ છે. એક મારલાને 272.25 વર્ગ ફૂટ કે 25.2929 વર્ગમીટરને બરાબર માનવામાં આવે છે. પુરાતત્વ વિભાગે પ્રદેશ સરકારને આ બંન્ને ઐતિહાસિક ઇમારતોની ખરીદી કરવા માટે રકમ જારી કરવાની ભલામણ કરી હતી. સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે આ ઇમારતોમાં ભારતીય સિનેમાના દિગ્ગજ કલાકાર દિલીપ કુમાર અને રાજ કપૂરનો જન્મ થયો હતો. ભારત પાકના વિભાજન પહેલા આ અભિનેતાઓનું શરૂઆતી જીવન ત્યાં પસાર થયું હતું.

(9:21 pm IST)