Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ત્રણેય સેનાના પ્રમુખોની સાથે બીજી બેઠક યોજી

બિપિન રાવતે આકાશી શક્તિ વધારવા માટે એર ડિફેન્સ કમાન્ડ તૈયાર કરવા નિર્દેશ આપ્યો

 

નવી દિલ્હી : દેશના પહેલા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ત્રણેય સેનાના પ્રમુખોની સાથે બેઠક કરી હતી  બિપિન રાવત સીડીએસ બન્યા બાદ બીજી વખત બેઠક મળી હતી જેમાં દેશની હવાઇ સુરક્ષા વધુ સુદ્રઢ કરવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. બિપિન રાવતે આકાશી શક્તિ વધારવા માટે એર ડિફેન્સ કમાન્ડ તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે.

  દેશની એરફોર્સની તાકાત અને સુરક્ષા વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જનરલ રાવતે એર ડિફેન્સ કમાન્ડનું માળખું તૈયાર કરવા માટે 30 જૂનની સમયમર્યાદા નક્કી કરી છે.

    અધિકારીઓએ જણાવ્યું કે ત્રણેય સેનાઓના સંયુક્ત અને આપસી ક્રિયાકલાપો માટે કેટલાક ક્ષેત્ર ચિહ્નીત કરવામાં આવ્યા છે.. જેમાં એવા સ્ટેશનો પર સંયુક્ત લોજિસ્ટીક સપોર્ટ પૂલ સ્થાપિત કરવાનું સામેલ છે..જ્યાં બે અથવા વધુ સેનાઓની ઉપસ્થિતિ છે. ત્રણેય સેનાઓની વચ્ચે આપસી સહયોગ અને તાલમેલ માટે 31 ડિસેમ્બર સુધી તમામ પહેલુઓને લાગુ કરવાની પ્રાથમિકતા નક્કી કરાઇ છે.   

    ઉપરાંત જનરલ રાવતે આગામી દિવસોમાં થિયેટર કમાન્ડ્સ બનાવવાની પણ વાત કહી છે. સીડીએસ રાવતે કહ્યું કે ભારત થિયેટર કમાન્ડ બનાવવા માટે પશ્ચિમી દેશોની નકલ કરવાના બદલે પોતાની રીતે પ્રક્રિયા નક્કી કરે.

(12:01 am IST)