Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

પાકિસ્તાનમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે આથી તેઓ ભારતમાં આવે છે, કોંગ્રેસ પાડોશી દેશ સામે બોલવાની જગ્યાએ શરણાર્થી સામે રેલી કાઢે છેઃ મોદી

બેંગલુરુ, તા.૨: વડાપ્રધાન મોદીએ ગુરુવારે શ્રી સિદ્ઘગંગા મઠ મ્યુઝિયમનો પાયો નાખ્યા બાદ જનસભાને સંબોધિ હતી. પીએમ મોદીએ કહ્યું કે, આજે દ્યણા વર્ષો બાદ અહીંયા આવવાની તક મળી છે, પણ શ્રી શ્રી શિવકુમાર સ્વાની ખોટ અનુભવાઈ રહી છે. વડાપ્રધાને કહ્યું કે, થોડા સપ્તાહ પહેલા સંસદમાં CAA પાસ થયું હતું, કોંગ્રેસ અને તેમના સાથી સંસદ વિરુદ્ઘ બોલી રહ્યા છે. જેવી નફરત એ લોકો અમને કરે છે, તેવો જ સ્વર દેશની સંસદ વિરુદ્ઘ જોવા મળી રહ્યો છે. આ લોકો ભારતની સંસદ વિરુદ્ઘ જ આંદોલન કરી રહ્યા છે, આવા લોકો પાકિસ્તાનથી આવેલા દલિત, પીડિત વિરુદ્ઘ આંદોલન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનનો જન્મ ધર્મના આધારે થયો હતો, દેશ ધર્મના આધારે વહેંચાયેલો હતો. ભાગલા વખતથી જ પાકિસ્તાનમાં બીજા ધર્મના લોકો સાથે અત્યાચાર શરૂ થઈ ગયો હતો, સમય સાથે પાકિસ્તાનમાં હિન્દુ-જૈન-શીખ-બૌદ્ઘ પર ધર્મના આધારે અત્યાચાર વધતો ગયો છે. હજારો લોકોને ત્યાંથી પોતાનું દ્યર છોડીને ભારત આવવું પડી રહ્યું છે. પાકિસ્તાને હિન્દુઓ પર અત્યાચાર કર્યો પણ કોંગ્રેસ પાકિસ્તાન વિરુદ્ઘ નહીં બોલે.

(4:02 pm IST)