Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

દેશનાં ૧૦ કરોડો લોકોને ઝેરી પાણી મળી રહ્યું છે

નવીદિલ્હી,તા.૨:  લોકસભામાં રજુ થયેલા રીપોર્ટ મુજબ ભારતમાં દસ કરોડથી વધુ લોકોને વધુ પડતું ફલોરાઈડ ખનીજ ધરાવતું પાણી મળે છે. ડ્રીન્કીંગ વોટર એન્ડ સેનીટેશન ખાતાના પ્રધાનના કહેવા મુજબ ભારતનાં વિવિધ રાજયો અને યુનિયન ટેરીટરીઝમાં આવેલા ૧ર,પ૭૭ વિસ્તારોમાં રહેતા ૧૦.૦૬ કરોડ લોકોને પીવાનું જે પાણી મળે છે. એમાં વધુ પડતું ફલોરાઈડ હોય છે. આ સમસ્યાના નિવારણ માટે કમ્યુનીટી વોટર પ્યોરીફીકેશન પ્લાન્ટસ બનાવવા કેન્દ્ર સરકારે ૮૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

વધુ આર્સેનીક ખનીજ ધરાવતા ૧૩ર૭ અને અતિશય ફલોરાઈડ ધરાવતા ૧ર,૦૧૪ વિસ્તારોમાં પીવા અને રાંધવાનું સ્વચ્છ પાણી મળી રહે એ માટે સરકારે ર૦૧૬ના માર્ચમાં ૮૦૦ કરોડ રૂપિયા ફાળવેલા. ફલોરાઈડ અને આસીનીકની ગંભીર સમસ્યાથી ઝૂઝતાં બે રાજયો પશ્ચિમ બંગાળ અને રાજસ્થાને ૧૦૦ કરોડ રૂપિયાનું ફંડ પણ ફાળવવામાં આવ્યું હતું. ફલોરાઈડ એવું ખનીજ છે જે વધુ માત્રામાં લેવાય તો શરીર માટે ઝેરી સાબીત થઈ શકે છે. એનાથી હાડકા, મગજ, થાઈરોઈડ, પીનીયલ, ગ્રંથી અને શરીરના મુખ્ય ટીશ્યુને ડેમેજ થઈ શકે છે. આર્સેનીક અત્યંત ઝેરી અને ન્યુરોટોકસીન ખનીજ છે. જે બુધ્ધિઆંક ઘટાડવા ઉપરાંત કેન્સરજન્ય પણ મનાય છે.

(3:30 pm IST)