Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

અફઘાન : જોરદાર કાર્યવાહી થતાં ૬૫ આતંકવાદી ફુંકાયા

ઇસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓ સામે કાર્યવાહીઃ હવાઈ હુમલાની સાથે સાથે જમીની કાર્યવાહી પણ કરાઈ

કાબૂલ, તા.૨, અફઘાનિસ્તાનના પૂર્વીય વિસ્તારમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં ઇસ્લામિક સ્ટેટના ૬૫ ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનના અધિકારીઓ દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. નાગરહાર પ્રાંતમાં સરકારના પ્રવક્તાએ વિગત આપતા કહ્યું હતું કે, હસ્કામીના જિલ્લાના ગોરગોરે અને વંગોરા વિસ્તારમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. હવાઈ હુમલાની સાથે સાથે જમીની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન એક નાગરિકનું પણ મોત થયું છે. ૧૩ અન્ય લોકો ઘાયલ થયા છે. ઇસ્લામિક સ્ટેટ તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

સપ્તાહની શરૂઆતમાં અમેરિકા તરફથી એક ડ્રોન હુમલોકરવામાં આવ્યો હતો જેમાં ૧૧ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ઇસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓ અફઘાનિસ્તાનમાં પણ હાલમાં મોટાપાયે સક્રિય થયા છે. સુરક્ષા દળો અમેરિકાની મદદથી હાલમાં કાર્યવાહી કરી રહ્યા છે.

(9:56 pm IST)