Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ઉતારચઢાવ વચ્ચે દલાલ સ્ટ્રીટમાં ફ્લેટ સ્થિતિ : કારોબારી સાવધાન

કારોબારના અંતે સેંસેક્સ ૩૩૮૧૨ની સપાટી પર અંતે બંધ : નિફ્ટી ૭ પોઇન્ટ સુધરીને ૧૦૪૪૨ની સપાટીએ રહ્યો : આઠ મુખ્ય સેક્ટરોમાં નવેમ્બર મહિનામાં ૬.૮ ટકાનો ગ્રોથ રેટ : બજેટ સુધી પ્રવાહી સ્થિતિ રહેશે

મુંબઇ,તા. ૨ : શેરબજારમાં  આજે નવા વર્ષના બીજા દિવસે ફ્લેટ કારોબાર રહ્યો હતો. ભારે ઉતારચઢાવ બાદ કારોબારના અંતે સેંસેક્સ ૩૩૮૧૨ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૭ પોઇન્ટ સુધરીને ૧૦૪૪૨ની સપાટીએ રહ્યો હતો. અનેક વૈશ્વિક પરિબળો શેર બજારમાં ઉતારચઢાવ માટે જવાબદાર રહ્યા છે. બીજી બાજુ શેરબજારમાં હાલમાં પ્રવાહી સ્થિતિ જોવા મળી રહી છે. શેરબજારમાં પ્રવાહી સ્થિતિ માટે કારોબારીઓનું સાવધાનીપૂર્વકનું વલણ જવાબદાર રહ્યું છે. આઠ મુખ્ય સેક્ટરોમાં ગ્રોથ ૬.૮ ટકા રહ્યો છે. નવેમ્બર ૨૦૧૬માં આ સેક્ટરમાં ૩.૨ ટકાનો ગ્રોથ નોંધાયો હતો. રિફાઈનરી, સ્ટીલ, સિમેન્ટનો વૃદ્ધિદર ક્રમશઃ ૮.૨ ટકા, ૧૬.૬ ટકા, ૧૭.૩ ટકા નોંધાયો હતો. આ આંકડા કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મંત્રાલય દ્વારા જારી કરવામાં આવે છે. રિવ્યુ દરમિયાન ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના હકારાત્મક આઉટપુટની નોંધણી કરવામાં આવી ચુકી છે. જ્યારે આ મહિનામાં કોલસામાં નકારાત્મક વૃદ્ધિદર નોંધાયો છે. એપ્રિલ-નવેમ્બરના ગાળા દરમિયાન આઠ મુખ્ય ક્ષેત્રોમાં વિકાસદર ૩.૯ ટકા ઓછો થઇ ગયો હતો જે છેલ્લા વર્ષની આજ અવધિમાં ૫.૩ ટકાનો હતો. સારા ગ્રોથના ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ખુબ સારા રહ્યા છે. નવેમ્બર મહિનામાં આઠ કોર સેક્ટરમાં ગ્રોથ ૬.૮ ટકા સુધી રહેતા તેજી જામી હતી. નવેમ્બર મહિનામાં કોલસા, ક્રુડ ઓઇલ, નેચરલ ગેસ, રિફાઇનરી પ્રોડક્ટસ, ફર્ટિલાઇજર્સ, સ્ટીલ, સિમેન્ટ,ઇલેક્ટ્રિસિટીમાં તેજી રહી છે.

અત્રે નોંધનીય છે કે વિદેશી રોકાણકારો દ્વારા આ મહિનામાં સ્થાનિક ઇક્વિટીમાંથી ૫૯૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યાછે. ફિસ્કલ ડેફિસિટનો આંકડો સતત વધી રહ્યો છે. સાથે સાથે ક્રુડ ઓઇલનીકિંમતમાં ફરી એકવારપ વધારો થઇ રહ્યો છે. બજેટમાં આ વખતે સરકાર કેટલાક લોકલક્ષી પગલા લઇ શકે છે. લોકસભાની ચૂંટણી આવનાર છે. આવી સ્થિતીમાં સરકારની પાસે આ વખતે પૂર્ણ બજેટમાં તમામ વર્ગને ખુશ કરવાની અંતિમ તક છે. ખાસ કરીને નારાજ દેખાઇ રહેલા ખેડુતોને ખુશ કરવાની છેલ્લી તક છે. ડિસેમ્બર મહિનામાં જોરદાર દેખાવ છતાં વિદેશી રોકાણકારોએ આ વર્ષની પુર્ણાહુતિ ૫૧૦૦૦ કરોડના રોકાણ સાથે થઇ છે. મ્યુચ્યુઅલ ફંડમાં આ વખતે કારોબારી અને સામાન્ય લોકો વધારે આકર્ષિત થયા છે.  વર્ષ ૨૦૧૮ના પ્રથમ દિવસે આજે મંદીનુ મોજુ ફરી વળતા કારોબારીઓ નિરાશ થયા હતા.પ્રથમ દિવસે સંસેક્સમાં ૨૪૪ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટીમાં ૯૫ પોઇન્ટનો ઘટાડો થયો હતો. 

(7:59 pm IST)