Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

જાણો શા માટે ૨૦૦૦ રૂપિયાની નોટ ખૂણામાં કાળી લાઈન હોય છે ?

ભારતીય ચલણમાં અનેક પ્રકારની નોટો છે અને દરેક નોટમાં અનેક પ્રકારની સુરક્ષા સુવિધાઓ ઉમેરવામાં આવી છેઃ આ સિક્યોરિટી ફીચર્સ દ્વારા એ જાણી શકાય છે કે નોટ અસલી છે કે નકલીઃ નોટ બનાવવા માટે ખાસ પ્રકારની શાહી અને પ્રિન્ટિંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે આ નોટો સામાન્ય કાગળોથી અલગ હોય છે

નવી દિલ્હીઃ દરેક દેશમાં પોત-પોતાનું ચલણ હોય છે. ક્યાંક ડોલર હોય, ક્યાંક પાઉન્ડ હોય ક્યાંક દિનાર હોય...આપણાં ત્યાં એટલેકે, ભારત દેશમાં રૂપિયાનું ચલણ છે. ત્યારે ભારતીય ચલણ અને ચલણી નોટો સાથે અનેક રોચક વાતો પણ સંકળાયેલી છે. જેમાંથી આ આર્ટિકલમાં આપણે ભારતીય ચલણી નોટોમાં નોટબંધી બાદ અમલમાં આવેલી 2000 રૂપિયાની ચલણી નોટ અંગે વાત કરીશું. આ ચલણી નોટ પર ખૂણામાં કાળા રંગની લાઈનો હોય છે શું તમે જાણો છો કે તે શેનો સંકેત આપે છે? એ જાણવા માટે તમારી આ આર્ટિકલ વાંચવો પડશે.

આ રેખાઓ પણ નોટ વિશે ઘણું બધું જણાવે છે અને તે સિક્યોરિટી ફીચર્સમાં પણ એક મહત્વપૂર્ણ નિશાની છે. જો તમે આ રેખાઓ વિશે નથી જાણતા તો તમને જણાવીએ કે આ રેખાઓમાં શું ખાસ છે અને શા માટે આ રેખાઓ નોટ પર બનાવવામાં આવી છે. 2000 રૂપિયાની નોટ પર ખૂણામાં દેખાતી કાળી લાઈન શું હોય છે? જાણો ભારતીય ચલણી નોટ સાથે જોડાયેલી અજાણી વાતો.

ભારતીય ચલણમાં અનેક પ્રકારની નોટો છે અને દરેક નોટમાં અનેક પ્રકારની સુરક્ષા સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આ સિક્યોરિટી ફીચર્સ દ્વારા એ જાણી શકાય છે કે નોટ અસલી છે કે નકલી. નોટ બનાવવા માટે ખાસ પ્રકારની શાહી અને પ્રિન્ટિંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે આ નોટો સામાન્ય કાગળોથી અલગ હોય છે. કોઈની પાસેથી નોટ લેતી વખતે તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જ જોઈએ, પરંતુ શું તમે ક્યારેય નોટ પર આ કાળી રેખાઓ જોઈ છે?

આ રેખાઓ પણ નોટ વિશે ઘણું બધું જણાવે છે અને તે સિક્યોરિટી ફીચર્સમાં પણ એક મહત્વપૂર્ણ નિશાની છે. જો તમે આ રેખાઓ વિશે નથી જાણતા તો તમને જણાવીએ કે આ રેખાઓમાં શું ખાસ છે અને શા માટે આ રેખાઓ નોટ પર બનાવવામાં આવી છે. જાણો આ રેખાઓ સાથે જોડાયેલી ખાસ વાત.

કઈ નોટમાં કેટલી લાઈન હોય છે?

* 100 રૂપિયાની નોટમાં 4 લાઇન છે, જેમાં 2-2ના સેટમાં 4 લાઇન છે.

* 200 રૂપિયાની નોટમાં માત્ર 4 લાઈન છે, જેમાં 2-2ના સેટ છે. પરંતુ, આ 2-2 લાઇનની વચ્ચે 2 બિંદુઓ પણ છે, જેના પરથી સમજી શકાય છે કે તે 200 રૂપિયાની નોટ છે.

* 500 રૂપિયાની નોટમાં 5 લાઇન છે, જે 2-1-2 ના સેટમાં છે.

* 2000 રૂપિયાની નોટમાં 7 લાઇન છે, જે 1-2-1-2-1 ના સેટમાં છે.

નોટો કયા આધારે છાપવામાં આવે છે?

હાલમાં દેશમાં 2000, 500, 200, 100, 50, 20, 10, 5, 2 અને 1 રૂપિયાની નોટો ચલણમાં છે. 2016માં નોટબંધી બાદ એક હજારની નોટ ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. રિઝર્વ બેંક વર્ષ 1956 થી ચલણી નોટો છાપવા માટે મિનિમમ રિઝર્વ સિસ્ટમ હેઠળ ચલણ છાપે છે. આ નિયમ અનુસાર, ચલણી નોટ છાપવા સામે હંમેશા 200 કરોડ રૂપિયાની લઘુત્તમ અનામત રાખવી જરૂરી છે. આ પછી જ રિઝર્વ બેંક ચલણી નોટો છાપી શકે છે.

આ રેખાઓમાં શું ખાસ છે?

આ રેખાઓ 100 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીની નોટો પર બનેલી છે. આ રેખાઓ ખાસ બનાવવામાં આવી છે અને દરેક નોટ પર તેનો અલગ અલગ અર્થ છે. આ રેખાઓ અંધ લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે અને તે ખાસ પ્રકારના પ્રિન્ટિંગ સાથે બનાવવામાં આવી છે. આ પ્રિન્ટીંગને INTAGLIO અથવા એમ્બોસ્ડ પ્રિન્ટીંગ કહેવામાં આવે છે. જ્યારે તમે તમારા હાથમાં નોટ લઈને તેને સ્પર્શ કરશો ત્યારે તે થોડી ઉંચી થઈ જશે, જેથી અંધ વ્યક્તિ પણ નોટ વિશે જાણી શકે.

આ ખાસ પ્રકારની પ્રિન્ટિંગથી નોટમાં ઘણી વસ્તુઓ બનાવવામાં આવે છે, જેમાં મહાત્મા ગાંધીનો ફોટો, અશોક સ્તંભ, કાળી રેખાઓ અને ઓળખ ચિહ્ન વગેરેનો સમાવેશ થાય છે. નોટ પર તે ખાસ પ્રકારના પ્રિન્ટિંગ દ્વારા બનાવવામાં આવે છે. આ કાળી રેખાઓ પણ આ પ્રિન્ટિંગમાંથી બનાવવામાં આવી છે અને તમે તેને હાથથી ગણીને જાણી શકો છો કે તે કેટલા રૂપિયાની નોટ છે. ઉપરાંત, આ રેખા વાંકાચૂકી છે અને નોટના છેડા પર બનેલી છે.

(4:14 pm IST)