Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

જીડીપી બાદ હવે જીએસટી મોરચે પણ ગુડ ન્યુઝઃ નવેમ્બરનું કલેકશન રૂ. ૧,૩૧,૫૨૬ કરોડ

નવેમ્બરના જીએસટી કલેકશનને ઓકટોબરનો રેકોર્ડ તોડયો

નવી દિલ્હી તા. ૧ : નવેમ્બર મહીનામાં કુલ જીએસટી કલેકશન ૧,૩૧,૫૨૬ કરોડ રૂ. થયું. આ મહિને થયેલું જીએસટી કલેકશન આવતા મહિનાના કલેકશનને પાર કરી ગયો છે જે જીએસટી લાગુ થયા બાદથી બીજો સૌથી વધુ છે. નાણા મંત્રાલયે જાહેર થયેલા આંકડામાં તે જાણકારી સામે આવી છે. આ આંકડો જીએસટી લાગુ થયા બાદથી સૌથી વધુ છે.

નવેમ્બરના જીએસટી સંગ્રહે ઓકટોબરમાં બનેલા રેકોર્ડને તોડી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ઓકટોબર મહિનામાં કુલ જીએસટી સંગ્રહ ૧,૩૦,૧૨૭ કરોડ રૂપિયા રહ્યું હતું. ગયા મહીને તહેવારી સીઝનના લીધે માંગમાં આવેલી તેજીની અસર જીએસટી કલેકશન પર સામાન્ય રીતે જોવા મળ્યો હતો. જે હજુ સુધી ચાલુ છે. નવેમ્બર ૨૦૨૧માં એકત્રિત સંપૂર્ણ જીએસટી રાજસ્થ ૧,૩૧,૫૨૬ કરોડ રૂપિયા છે, જેમાં સીજીએસટી ૨૩,૯૭૮ કરોડ રૂપિયા, એસજીએસટી ૩૧,૧૨૭ કરોડ રૂપિયા, આઇજીએસટી ૬૬,૮૧૫ કરોડ રૂપિયા અને ઉપકર સામેલ છે.

જાહેર કરેલા આંકડા પર નજર નાખવામાં આવે તો નવેમ્બર મહીના માટે જીએસટી રાજસ્વ નવેમ્બર ૨૦૨૦ની સરખામણીએ ૨૫ ટકા વધુ છે અને નવેમ્બર ૨૦૧૯ની સરખામણીમાં ૨૭ ટકા વધુ છે. ઉલ્લેખનીય છે કે, સીજીએસટીનો અર્થ કેન્દ્રીય માલ અને સેવા કર, એસજીએસટીનો અર્થ રાજ્યમાલ અને સેવા કર અને આજી જીએસટીનો અર્થ એકીકૃત માલ અને સેવા કર હોય છે.

જીએસટી જુલાઇ ૨૦૧૭માં લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારથી માંડીને અત્યાર સુધી સૌથી વધુ કલેકશન ૧.૪૧ લાખ રૂપિયાનું રહ્યું છે. આ રેકોર્ડ આ જ વર્ષે એપ્રિલમાં હતો. ઓકટોબરમાં કુલ ૭.૩૫ કરોડ બિલ ઇ-વેબ જનરેટ કરવામાં આવ્યા છે. એનો અર્થ છે કે તેની રકમ નવેમ્બરમાં સરકાર પાસે આવી છે.

(3:17 pm IST)