Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

સમાચારો ફટાફટ

* ઓલા રૂપીયા ૭૮૬.૧ કરોડનું ઓલા ફાયનાન્સીયલ સર્વીસીઝમાં રોકાણ કરશે. જે હવે ટેક્ષી સર્વિસીસ પાડતી કંપનીની ૧૦૦ ટકા સબસીડરી કંપની હશે.

* ઇન્ડીયન રેલ્વે કેટરીંગ અને ટુરીઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) 'રામપથયાત્રા' ટ્રેન રપ મી ડિસેમ્બરથી શરૂ કરવા જઇ રહી છે જે ગુજરાતથી શરૂ થઇ મધ્યપ્રદેશ થઇ અયોધ્યા પહોંચશે.

* ૬ ડિસેમ્બરે વિશ્વ હિન્દુ પરીષદ અયોધ્યામાં કોઇ મોટા આયોજનો નહિ કરે.

* ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મારૂતી હાઇડ્રોજન કારની ટેસ્ટ ડ્રાઇવ લેશે. ૧પ માં ENGIMACH મોડેલના ટ્રેડફેર-ગાંધીનગર ખાતે ઉદઘાટન વખતે આ ડ્રાઇવ લેશે.

* યુએસના મિસીગનની એક હાઇસ્કુલમાં બનેલી એક ઘટનામાં આશરે ૩ વિદ્યાર્થીઓ માર્યા ગયા છે અને ૬ જેટલા લોકોને ઇજા થઇ છે.

* લગભગ ૧૯ દેશોમાં ઓમીક્રોન વેરીએન્ટના કેસો નોંધાયા છે.

* આંદામાનના દરીયામાં ઉદભવેલું લો-પ્રેશર વેસ્ટ-નોર્થ વેસ્ટમાં આગળ વધી  બીજી ડિસેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાશે જે બંગાળની ખાડીના મધ્યમાં વાવાઝોડામાં પરીવર્તીત થઇ શકે છે.

* ભારતમાં કોરોનાના ૮૯પ૪ કેસ નવા નોંધાયા છે, ર૬૭ મૃત્યુ થયા છે અને છેલ્લા ર૪ કલાકમાં ૧૦,ર૦૭ પેસન્ટ કોરોનાને મ્હાત આપી ચુકયા છે.

(2:48 pm IST)