Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

૨૪ કલાકમાં ૮,૯૫૪ નવા કેસ : ૨૬૭ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો

૫૪૭ 'બાદ દેશમાં એકિટવ કેસ ઘટીને એક લાખની અંદર : ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છેઃ દેશમાં સળંગ ૫૪માં દિવસે કોરોનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે. જયારે સળંગ ૧૫૭માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા છે

નવી દિલ્હી,તા. ૧: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૮૯૫૪ નવા કેસ નોંધાયા છે અને ૨૬૭ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૦,૨૦૭ લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એકિટવ કેસની સંખ્યા ઘટીને ૯૯૦૨૩ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૫૩૭૦ કેસ નોંધાયા છે અને ૧૭૭ સંક્રમિતોના મોત થયા છે.

મંગળવારે માત્ર ૬૯૯૦ કેસ નોંધાયા હતા અને ૧૯૦ લોકોના મોત થયા હતા. સોમવારે ૮૩૦૯ નવા કેસ નોંધાયા હતા અને ૨૩૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૯૯૦૫ લોકો કોરોના સામે જંગ જીત્યા હતા. 

દેશમાં અત્યાર સુધીમાં ૧૨૪,૧૦,૮૬,૮૫૦ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૮૦,૯૮,૭૧૬ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૧૧,૦૮,૪૬૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. (૨૨.૧૫)

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ ૩ કરોડ ૪૫ લાખ ૯૬ હજાર ૪૭૬

કેસ ડિસ્ચાર્જઃ ૩ કરોડ ૪૦ લાખ ૨૮ હજાર ૫૦૬

એકિટવ કેસઃ ૯૯ હજાર ૨૩

કુલ મૃત્યુઆંકઃ ૪ લાખ ૬૭ હજાર ૨૪૭

(11:02 am IST)