Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

કાપડ ઉંદ્યોગ પર ૧૨ ટકા જીએસટી દેશભરના મુખ્યમંત્રીઓને રજુઆત

કાપડ ઉંદ્યોગે બનાવેલી જીએસટી રિપ્રેઝન્ટેશન કમિટીની રજુઆતનો મારો

મુંબઇ,તા. ૧ : જીએસટીના વધી ગયેલા દર સામે બનાવેલી જીએસટી રિપ્રેઝેન્ટેશન કમિટીએ ગઇ કાલથી રજૂઆતનો મારો શરૂ કરી દીધો છે. ૨૮ રાજ્યના મુખ્યમંત્રી-નાણામંત્રી અને સચિવોની સાથે જીએસટી કાઉંન્સિલના ગ્રુપ ઓફ મિનિસ્ટ્રર્સને પણ કાપડ ઉંદ્યોગ પર કર દરમાં ફેરફારથી થનારી રજુઆતો વર્ણવવાની શરૂઆત થઇ ચૂકી છે. આજે ફીયાસ્વી-ચેમ્બરની આગેવાનીમાં સુરત સહિતના કાપડ સંગઠનો રાજ્ય નાણામંત્રી કનુભાઇ દેસાઇને મળશે.
જીએસટી પૂર્વે ૩.૫ લાખ કરોડનું ટર્નઓવર કરતી દેશની કાપડ ઇન્ડસ્ટ્રિઝનું કદ ૭ લાખ કરોડનું થઇ ગયું હોવાનો આંક સોમવારે ૪૦ જેટલા સંગઠનોની મળેલી મિટીંગમાં સામે આવ્યો છે. તે પૈકી જીએસટી પૂર્વે સરકારે જ્યાં ૧૦ હજાર કરોડની આવક કર રૂપે થતી હતી. તે વધીને આજે ૩૫ હજાર કરોડ થઇ ચૂકી છે. સરકાર ૧૨ ટકા જીએસટી હવે કાપડ પર વસુલવા તૈયાર છે. તેની પાછળના કારણે દરેના ૧ લાખ વીવર્સને વર્ષે ૧૦૦૦ કરોડનું અપાતું રિફંડ નહીં આપવાની સાથે કરરૂપે મળતી આવતી વધારવાનો પણ ઉંદ્યોગકારોએ મત વ્યકત કર્યો છે. ઉંંચા દરથી બેનંબરી વેપાર વધી જવાની સાથે જ સરકાર જે આવક વધારાની અપેક્ષા રાખે છે તે પણ મળશે નહીં. આ સહિતની આંકડાકીય માહિતીઓ સાથે જ ચેમ્બર -ફીયાસ્વીની આગેવાનીમાં બનેલી સુરતની જીએસટી રિપ્રેઝેન્ટેશન કમિટીએ ૨૮ રાજયોના મુખ્યમંત્રી, નાણામંત્રી અને નાણા સચિવોને રજુઆતોનો મારો મંગળવારથી શરૂ કર્યો છે. આજે આ તમામ આંક સાથે રાજ્યના નાણામંત્રીને પણ રજુઆત થશે.

વીવીંગ-સ્પીનીંગ વચ્ચે તંત્રનો જ ભેદભાવ
ચેમ્બરની એન્ટી ડયુટી કમિટીના કન્વીનર મયુર ગોળવાળા જણાવે છે કે, સરકાર જીએસટીના દર વધારીને વીવીંગ-સ્પીનીંગ ઇન્ડસ્ટ્રિઝ વચ્ચે ભેદભાવ કરી રહી છે. એક તરફ વીવીંગને મળનારી રૂા. ૬૫૦ કરોડની ક્રેડિટ ચૂકવવા માંગતી નથી. જ્યારે બીજી તરફ નવા જીએસટીના સ્લેબના કારણે અંદાજે દેશના ૪૦ થી ૫૦ સ્પીનીંગના જાયન્ટ એકમોને વર્ષે ૪,૦૦૦ કરોડથી વધુની ક્રેડિટ આપવામાં આવશે.


 

(10:40 am IST)