Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

૧ વર્ષમાં ૧૧૭૧૬ વેપારીઓએ મોત માંગી લીધુ

હે... કોરોનાકાળમાં ખેડૂતોથી વધુ વેપારીઓએ કરી આત્મહત્યા

એનસીઆરબીનો રિપોર્ટ : કોરોનાકાળમાં વેપારીઓ ઉપર આફત વરસી : ૨૦૨૦માં ૧૦૬૭૭ ખેડૂતોએ મોતને વ્હાલુ કર્યુ હતું

નવી દિલ્હી તા. ૧ : કોરોનાએ સ્વાસ્થ્યની સાથે સાથે અર્થવ્યવસ્થા પર પણ અસર કરી છે. એટલું જ કારણ છે કે ૨૦૧૯ની સરખામણીએ ૨૦૨૦માં વેપારીઓની આત્મહત્યાના મામલામાં પણ વધારો થયો છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ૨૦૨૦માં ૧૧૭૧૬ વેપારીઓએ આત્મહત્યા કરી. તે ૨૦૧૯નીસરખામણીએ ૨૯ ટકા વધુ છે. એટલે કે એ વાતના પર્યાપ્ત પુરાવા છે કે ૨૦૨૦ એટલે કે કોરોના કાળમાં વેપારીઓએ કૃષિ સેકટર સાથે જોડાયેલા લોકો સાથે વધુમાં વધુ આર્થિક તનાવઅને સંકટ સાથે ઝઝુમ્યા છે.

ગૃહ મંત્રાલયે ભારતમાં અકસ્માતો અને આત્મહત્યાના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે ૨૦૧૯ માં, વ્યવસાય સાથે સંબંધિત ૯૦૫૨ લોકોએ આત્મહત્યા કરી હતી. તે જ સમયે, ૨૦૨૦ માં, ૧૧,૭૧૬ લોકોએ પોતાનો જીવ આપ્યો.

NCRBએ આત્મહત્યાના કેસોને શ્રેણીઓમાં વિભાજિત કર્યા નથી. જોકે, સરકારનું કહેવું છે કે આત્મહત્યા કરનારા મોટા ભાગના વેપારીઓ MSME સેકટર સાથે સંકળાયેલા હોવાનું કહી શકાય નહીં.

NCRBના રિપોર્ટ અનુસાર, ૨૦૨૦માં ૧૧,૭૧૬ વેપારીઓએ આત્મહત્યા કરી છે. જયારે આ સમયગાળા દરમિયાન ૧૦,૬૭૭ ખેડૂતોએ પણ આત્મહત્યા કરી હતી. ૨૦૧૫ની સરખામણીમાં આંકડાઓની વાત કરીએ તો દર ૧ વેપારીએ ૧.૪૪ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. પરંતુ ૨૦૨૦માં દરેક ખેડૂતે ૧.૧ વેપારીઓએ આત્મહત્યા કરી હતી.

આ વર્ષે વેપારીઓના આત્મહત્યાના દરમાં ૨૯.૪%નો વધારો થયો છે, જયારે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના આત્મહત્યાના દરમાં ૩.૯%નો વધારો થયો છે. જો કે, નિષ્ણાતો આ ડેટાને સાચો માનતા નથી, હકીકતમાં કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓની આત્મહત્યાને ગૃહિણી તરીકે દર્શાવવામાં આવી છે. NCRBના ડેટા અનુસાર, ૨૦૨૦માં વ્યાપારી આત્મહત્યાઓમાંથી ૪,૨૨૬ વિક્રેતાઓ, ૪,૩૫૬ વેપારીઓ અને અન્ય વ્યવસાયિક પ્રવૃત્ત્િ।ઓ સાથે સંકળાયેલા ૩,૧૩૪ લોકોએ આત્મહત્યા કરી હતી. ચિંતાની વાત એ છે કે કોરોનાના બીજા મોજામાં લોકો વધુ પ્રભાવિત થયા છે. આવી સ્થિતિમાં ૨૦૨૧ના આંકડા પણ આના જેવા જ આવી શકે છે.

(10:26 am IST)