Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

UNAIDSની-ચેતવણી

ભાવિ રોગચાળાઓનો સામનો કરવા દુનિયા-સજ્જ નથી

ન્યૂયોર્ક,તા.૧: એચઆઈવી અને એઈડ્સ રોગો અંગે સંયુકત યૂનાઈટેડ નેશન્સ સંસ્થાની સંયુકત સંસ્થા UNAIDS દ્વારા એક નવા અહેવાલમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે દુનિયાના દેશોના નેતાઓ જો ઘોર અસમાનતાની સમસ્યાનો નિવેડો નહીં લાવે તો આવતા ૧૦ વર્ષમાં દુનિયાભરમાં ૭૭ લાખ જેટલા લોકો એઈડ્સ સંબંધિત બીમારીથી મરી જશે. ભાવિ રોગચાળાઓનો સામનો કરવા દુનિયા ભયજનક રીતે સજ્જ નથી, એમUNAIDS તરફથી ચેતવણી આપવામાં આવી છે.

૧ ડિસેમ્બરે નિર્ધારિત 'વર્લ્ડ એઈડ્સ ડે'પૂર્વે UNAIDS સંસ્થાએ એક તાકીદ દર્શાવી છે અને જાહેર આરોગ્ય ઉપર ખતરા સમાન આ રોગનો ૨૦૩૦ની સાલ સુધીમાં અંત લાવવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સંસ્થાએ કહ્યું છે કે જો પરિવર્તનકારી પગલાં લેવામાં નહીં આવે તો દુનિયા કોવિડ-૧૯ની કટોકટીમાં તો અટવાયેલી જ રહેશે અને  આવતા ૧૦ વર્ષમાં દુનિયાભરમાં ૭૭ લાખ જેટલા લોકો એઈડ્સ સંબંધિત બીમારીઓથી મરી જશે. ઉલ્લેખનીય છે કે, યૂએન ચિલ્ડ્રન્સ ફંડ (યૂનિસેફ) સંસ્થાએ અહેવાલ આપ્યો છે કે વર્ષ ૨૦૨૦માં વધુ ૩,૧૦,૦૦૦ બાળકો એચઆઈવી ચેપનો શિકાર બન્યા હતા. અથવા એમ કહી શકાય કે દર બે મિનિટે એક બાળકને એચઆઈવી લાગુ પડે છે.

(10:06 am IST)