Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

પેટ્રોલ-ડિઝલ પરની એકસાઈઝ ડ્યુટીમાંથી સરકારને ૩.૭૨ લાખ કરોડ રૂપિયા મળ્યા

સંસદમાં રજુ થઇ માહિતી : રોજની ૧૦૦ કરોડની કમાણી

નવી દિલ્હી,તા. ૧: પેટ્રોલ અને ડિઝલ પરની એકસાઈઝ ડ્યુટીમાંથી સરકારને કેટલી આવક થઈ છે તેની જાણકારી સંસદમાં આપવામાં આવી છે. કેન્દ્રના રાજયકક્ષાના નાણા મંત્રી પંકજ ચૌધરીએ કહ્યુ હતુ કે, ૨૦૨૦-૨૧માં સરકારને એકસાઈઝ ડ્યુટી થકી ૩.૭૨ લાખ કરોડ રુપિયા મળ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો સરકારની રોજની આવક ૧૦૦૦ કરોડ રુપિયા કરતા વધારે હતી.જે એક વર્ષ પહેલા પ્રતિ દિવસ ૪૮૮ કરોડ રુપિયા જેટલી હતી.

મંત્રાલયે કહ્યુ હતુ કે, પ્રતિ લિટર પેટ્રોલ માટે રૂ. ૧.૪૦ મૂળભૂત આબકારી જકાત તરીકે રૂ. ૧૧ વધારાની આબકારી જકાત તરીકે રૂ. ૧૩ (રોડ અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેસ) અને રૂ. ૨.૫ કૃષિ અને વિકાસ ઈન્ફ્રાસ્ટ્રકચર સેસ તરીકે વસૂલવામાં આવે છે. કુલ રકમ રૂ. ૨૭.૯૦ થવા જાય છે. જયારે ડીઝલ માટે રૂ. ૧.૮૦ મૂળભૂત આબકારી જકાત, રૂ. ૮ વિશેષ આબકારી જકાત, રૂ. ૮ (રોડ અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેસ), રૂ. ૪ કૃષિ અને વિકાસ ઈન્ફ્રાસ્ટ્રકચર સેસ તરીકે. એટલે કે કુલ રૂ. ૨૧.૮૦ રુપિયા ડ્યુટી છે.

નાણા મંત્રી પંકજ ચૌધરીએ કહ્યુ હતુ કે, ૨૦૨૦-૨૧ના વર્ષમાં રાજય સરકારોને તેમાંથી આપવામાં આવેલી ટેકસની રકમ ૨૦૦૦૦ કરોડ રુપિયા જેટલી થવા જતી હતી. હાલના સમયમાં પેટ્રોલ પર બેઝિક એકસાઈઝ ડ્યુટી ૧.૪૦ રુપિયા અને ડિઝલ પર ૧.૮૦ રુપિયા છે.

(10:05 am IST)