Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

આઈસીએઆઈએ ૧૭ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોને સસ્પેન્ડ કર્યા

પ્રોફેશનલ મિડકન્ડકટ બદલ દોષી ઠેરવ્યા

મુંબઈ, તા. ૧: ધી ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ)એ ૧૭ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (સીએ)ને પ્રોફેશનલ મિડકન્ડકટ બદલ દોષી ઠેરવ્યા છે.

જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોને દોષિત ઠેરવવામાં આવ્યા છે તેમાં ખેમચંદ ગાંધી, વીરેન લલિતભાઈ પટેલિયા, પરાગ વિનોદચંદ્ર મહેતા, શ્રીકાંત શંકર નિરોણી, સિદ્ઘાર્થ શ્યામ શેટયે, અનંત કંકાણી, ઉજવલકુમાર વલ્લભદાસ ચણિયારા, રોનક ભૂત, અજય અગરવાલ, મંડલા ગલિસ્વરા રાવ, સીએ નિતીન મધુસુદનજી મંત્રી, નિખીલકુમાર હસમુખભાઈ જાની, રવી અગરવાલ, દેવ પ્રસાદ મિશ્રા, વિજય કુમાર શર્મા, વિકાસ કુમાર ખૈતાન અને કોટિલા વિટીલ શંકરનનો સમાવેશ છે.

આઈસીએઆઈએ જણાવ્યું છે કે આ તમામ સીએના નામ રજિસ્ટર ઓફ મેમ્બર્સમાંથી કાઢી નખાયા છે અને તેમને દંડ પણ લગાવાયો છે. આ ૧૭ સીએના સભ્યપદ ૨૬ નવેમ્બરથી જુદી-જુદી મુદત માટે સસ્પેન્ડ કરાયા છે. ખેમચંદ ગાંધીને એક મહિનો, વિરેન લલિતભાઈ પટેલિયાને ૧૫ દિવસ, પરાગ વિનોદચંદ્ર મહેતાને ત્રણ મહિના, શ્રીકાંત શંકર નિરોણીને ત્રણ મહિના, સિદ્ઘાર્થ શ્યામ શેટયેને એક વર્ષ, અનંત કંકાણીને પાંચ વર્ષ, ઉજ્જવલકુમાર વલ્લભદાસ ચણિયારાને બે વર્ષ, રોનક ભૂતને બે વર્ષ, અજય અગરવાલ અને મંડલા ગલિસ્વરા રાવને બે મહિના, સીએ નિતીન મધુસુદનજી મંત્રીને એક મહિનો, નિખીલકુમાર હસમુખભાઈ જાનીને ૧૫ દિવસ, રવી અગરવાલને એક વર્ષ, દેવ પ્રસાદ મિશ્રાને ૧૨૬ મહિનાના કોન્સોલિડેટેડ સમય (૧૦ વર્ષ ઉપરાંત વધારાના છ મહિના), વિજય કુમાર શર્માને છ મહિના, વિકાસ કુમાર ખેતાનને એક વર્ષ અને કોટિલા વિટીલ શંકરનને પાંચ વર્ષ ઉપરાંત વધારાના છ મહિના માટે સભ્યપદેથી સસ્પેન્ડ કરાયા છે.

(10:05 am IST)